________________
અંજલિ આતમમાં રમનાર મેહન પરમ પર ઉપગારી, વાગી રહી છે ગુણની વીણા એ મોહન ગુરૂ તારી. ગુંજી રહ્યા છે શબ્દ સેવાના અજબ શક્તિ હતી તારી, મેહન તારી વાણી આજે આનંદ ઉર ભરનારી. પગલે પગલે શાસન સેવા દિલમાં ધગશ બહુ ભારી, દેશે દેશમાં ફરી ફરીને સેવા કરી ભાવધારી. સાહિત્ય પ્રેમી જ્ઞાન પિપાસુ વાત કરી પડકારી, પ્રભુ મહાવીરને સંદેશ સંભળાવ્યો ઉમંગધારી. જ્ઞાન ધ્યાનની મસ્તી દિલમાં વહેતી હતી એકધારી, એ મસ્તીની અજબ ખુમારી હતી મોહન ગુરૂ તારી. મનુષ્ય કર્તવ્ય શું છે તેની વ્યાખ્યા સમજાવી સારી, વચનમાં ગુરૂ અમૃત ઝરતું વાણી મધુરી તારી. મેહન તારી મીઠી વાણુ તિ પ્રગટાવનારી, સેવા બજાવી જૈનશાસનની મેહન તે એકધારી. જ્ઞાન ખજાનામાં એ મેહન અમર યાદી છે તારી, ગરીબ તવંગર સરખા ગણીને ધર્મ સંભળાવ્યા ભારી, મુંબઈ નગરે લાલબાગમાં નિપુણ ભક્તિ વધારી, લલિત હૈયે અંજલી અપીં ગાવે ગણેશ ગુણધારી.
–ગણેશભાઈ પરમાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org