________________
શ્રી મેહનમુનિ પ્રશસ્તિ
( હરિગીત ) અવતીર્ણ કરુણસિંધુની સાત્તિવક દયામૃત વષિણી, વૃત્તિ ધરાવે શાંત શશિસમ પ્રેમભક્તિ વિવર્ધિની;
જ્યાં કે હાર્યો લેભ નાઠે કામ મુખમાં તૃણ ધરે, મેહનમુનિની વૃત્તિ મધુરી ભાવિકજનને મન હરે. ૧ પંચેન્દ્રિએ સેવા કરે જસ આત્મ વૃત્તિ જાગતી, નવવિધ અલૌકિક બ્રહ્મચર્યા ગુપ્તિ ગુણમણિ દીપતી; શુચિકર બને વૃત્તિ ભવિકની દશને જસ આદરે, મેહનમુનિની વૃત્તિ મધુરી ભાવિકજનના મન હરે. ૨ જસ દશને મન મોહિની મેહન મનહર ભાવના, સાગર વધે શશિદશને તિમ ભાવિક મન સંવેદના; મુનિ દેશનાથી બેધ પામી સરલભાવે ભવ તરે, મેહનમુનિની વૃત્તિ મધુરી ભાવિકજનના મન હરે. ૩ મન મોહિની મૂર્તિ મનોહર મધુર મોહનમુનિ તણી, વાણું મધુર પીયૂષ ધારા ભાવિકજન મન હારિણી, મુંબાપુરીની જૈન જનતા મુગ્ધ થઈ જસ આદરે, મોહનમુનિની વૃત્તિ મધુરી ભાવિકજનના મન હરે. ૪ સહવાસ સેવા વિમલ સમકિત ગુણ ઘણાએ આદર્યા, ધન્ય ધન્યતે જિન માન્ય આત્મિક ભક્તિ ભાવે સહુ વર્યા; સાધુજનો ચિત્ત વિવિધભાવે ગુણ ભલા છત્રીસ ધરે, મેહનમુનિની વૃત્તિ મધુરી ભવિકજનના મન હરે. ૫
બાલેન્દુ (સાહિત્યચન્દ્ર બાલચંદ હીરાચંદ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org