________________
જીવનદર્શન :
અર્થાત્ થકવતીને જે સુખ નથી, અને જે સુખ ઈન્દ્રને પણ નથી, તે સુખ અહીં લોકેષણારહિત સાધુને હોય છે. મુનિશ્રી મેહનલાલજીનું સમગ્ર જીવન આ કથનને સત્ય પુરવાર કરે છે, અને તેથી જ કહી શકાય કે મુનિશ્રી આચાર્ય ન હતા, પણ બીજી રીતે તેમનામાં આચાર્યોના પણ આચાર્ય થવાની લાયકાત જરૂર હતી.
ગણિ હર્ષમુનિજના પંન્યાસપદપ્રસંગે-શેઠ અમીલાલ જાદવજીએ શ્રી ફળની પ્રભાવના કરી હતી અને સાધર્મિક બંધુઓના હિતાર્થે રૂપિયા અઢાર હજારનું ફંડ કરવામાં આવ્યું હતું. શેઠ પન્નાલાલ પુનમચંદે અષ્ટોત્તરી સ્નાત્ર અને સંઘ-સાધર્મિક-વાત્સલ્યને અનુપમ લાભ લીધે હતો.
ઍફ માસાજી ફતાજીએ મુંબઈનગરીને શાંતિસ્નાત્રજળની ધારાવાડી કરીને નવકારશીથી સકળસંઘની ભક્તિ કરી હતી. મારવાડી સંઘે પણ સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું, અને બીજા અનેક સંઘે થયા હતા. મુંબઈને આંગણે એ વખતે એ તે ભવ્ય ઓચ્છવ ઉજવાય કે ન ભૂતો ન ભવિષ્યતિ.
પર્યુષણમાં અનેક તપસ્વીઓએ તપશ્ચર્યા કરી અને તે નિમિત્તે શેઠ રાયચંદ ખુશાલચ દે મેટો અઠ્ઠઈ ઉત્સવ કરી સાધમિકવાત્સલ્ય કર્યું. શેઠ પુરુષોત્તમ મૂળચંદ તરફથી પણ સાધર્મિકવાત્સલ્ય થયું. પૈસા મેળવવા સહેલા છે, પણ એને સન્માર્ગે લોકહિતાર્થે વાપરવા ભારે કઠિન છે. મહારાજશ્રીએ આ વાત જૈનેને એવી તે સચોટ રીતે સમજાવી કે શુભ કાર્યોમાં પૈસા ખર્ચવા માટે મુંબઇના જૈનેમાં હરિફાઈ શરૂ થઈ. આસો માસમાં વાલકેશ્વર પન્નાલાલ શેડની વાડીમાં સંધ તરફથી ઉપધાન શરૂ થયાં. આમ એકંદર પાંચમું ચોમાસુ પણ ભારે જાહેરજલાલીપૂર્વક પૂર્ણ થયું. શેઠ હરખચંદ કપુરચંદ તરફથી ભારે દબદબા સહિત માધવબાગમાં માસુ બદલાવવામાં આવ્યું હતું અને તે પ્રસંગે લાડુની પ્રભાવના થઈ હતી.
એ વખતે શેઠ તલકચંદ માણેકચંદની સુપુત્રી હિરીબહેને યૌવનના આંગણે પગ મુકતી વખતે જ-એટલે કે માત્ર સેળ વરસની વયેજ ચતુર્થવ્રત અંગીકાર કર્યું. અવસરચિત ઓચ્છવ, સાધર્મિક વાત્સલ્ય, પ્રભાવના વગેરે શ્રી તલકચંદભાઈએ કરી અનુપમ લાભ લીધે.
૧૭ – મુંબઈના આંગણેથી વસમી વિદાય અને સકળ સંઘની વેદના
એ અરસામાં મહારાજશ્રીની તબિયત અસ્વસ્થ રહેતી અને જીવનના અંતની તેમને કલ્પના આવી ગઈ હોય કે ગમે તેમ પણ તેમણે મુંબઈથી પાલીતાણું વિહાર માટે તૈયારી કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org