SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માહુનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : શ્રી ચુનીલાલ ઝવેરીના ધમપત્ની કકુબહેને બીજી બહેનેા સાથે મળી મેટું ઉજમણું કર્યું* હતુ. એચ્છવમાં કુંભસ્થાપન દેવકરણ શેઠ તરફથી થયું અને તે દિવસે સંઘતિના લાભ તેઓએ જ લીધા. મુંબઈના જૈના દેવકરણ શેઠને તે વખતે કલિયુગના કણ તરીકે ઓળખતા અને તેમણે જીવનમાં એ નામને યથાર્થ પૂરવાર કરતાં અનેક શુભ કાર્યા પણ કર્યાં છે. ચાલુ એચ્છને જલયાત્રાનું ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતુ. એ સામૈયામાં ઝવેરીઓના ઘણા સાંબેલા હતા. છ ઘેાડા, ચાર ઘેાડા અને એ ઘેાડાવાળી બગીઓ હતી, અને દેવિવમાના માફક તેમને શણગારવામાં આવી હતી. તેમાં બેઠેલાં ખાળક। દેવબાળક માફક શે।ભતાં હતાં. આ સામૈયું એક માઇલ કરતાં વધુ લાંબુ હતુ. જેવી અપૃ માણુસાની ઠંડ હતી, તેવી જ અપૂર્વ શાંતિ સામૈયામાં દેખાતી હતી. ધકકાધકકી કે કાલાહળનુ નામનિશાન નહીં. આજે સુધરેલા જમાનામાં શીસ્તપાલન જોવામાં આવતું નથી, પણ એ પ્રસંગનું શીસ્તપાલન અજબ હતું. આ બધું મહારાજશ્રીના પ્રભાવને આભારી હતું. મુંબઈનગરીના એ દિવસના દેખાવ, પચીસ વરસ પહેલાંની રાજગૃહી નગરીની ઝાંખી કરાવે તેવા હતા. અષાડ શુદિ ૬ ના શુભ દિવસે અને શુભ મુહૂતે ગુરુદેવની નિશ્રામાં શ્રી હષ મુનિજી ગણિવ`ને ૫. શ્રી જશમુનિજીએ માધવમાગના વિશાળ મંડપમાં હજારા માણસાની મેદની વચ્ચે પંન્યાસપદથી અલંકૃત કર્યાં. એ વખતે મુંબઇ સંધના આગેવાનાએ મહારાજશ્રીને આચાર્ય પદ સ્વીકારવા વિનંતિ કરી. સંધના આગેવાના ઉપરાંત મહારાજશ્રીના શિષ્યસમુદાય અને પન્યાસા પણુ આ વિનતિમાં સંઘ સાથે સામેલ થયા. પરંતુ મેાહનલાલજી મહારાજ તેા આચાર્યાંના પણ આચાર્ય તરીકે શાલ્મે તેવા પ્રભાવશાળી અને મહા પ્રતાપી સાધુ હતા. મહાન માનવીઓની વિશિષ્ટતા તા એ છે કે તેઓ પેાતાની જાતને હંમેશાં સામાન્ય માનતા હેાય છે. આચાય પદ ગ્રહણ કરવા માટે ચારે તરફથી દબાણ થતાં શિષ્યસમુદાય અને જૈન આગેવાનાને સંબધી મહારાજશ્રીએ કહ્યુ : આચાર્ય પદ લેના યહુ મહાપુરુષાંકા કામ હૈ. મૈં તે એક સામાન્ય મુનિ હું. યહુ મેરા મુનિપણા હ્રી અચ્છા. આચાર્ય પદ કા ભાર ઉઠાનેકી શિત મેરેમેં નહિ. આચાર્ય પદ યાગાદ્વહન વિધિસે હાતા હું. ઐસે કે ઐસે આચા`પદ નહીં હૈ। સકતા હૈ.’ મહારાજશ્રીની આવી નિઃસ્વાર્થતા અને નિઃસ્પૃહતા નેતાં સ્વાભાવિક રીતે જ શ્રી યશે।વિજયજી મહારાજની નીચેની પંકિતઓ યાદ આવી જાય : Jain Education International नैवास्ति राजराजस्य यत्सुखं नैव देवराजस्य, तत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy