________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : એ વખતનું સુરતનું માસુ બહુ ધામધુમથી થયું. પર્યુષણ ભવ્ય રીતે ઉજવાયા. આસો માસમાં ઉપધાન શરૂ થયા. તે વખતે પાનાચંદભાઈની પુત્રી મણીબહેને દીક્ષા ધ્વજ પિતાના મસ્તકે આરોપી સાધ્વીજી શ્રી સુરશ્રીજીની શિષ્યા શ્રી જયશ્રીજીની પાસે દીક્ષા લીધી અને જીવનને ધન્ય બનાવ્યું.
આ પછી ઓસવાળ ભૂપાલ ફકીરચંદ હેમચંદે પણ લાખની લક્ષ્મી તેમજ સ્ત્રીકુટુંબ-સર્વ પરિવારને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી અને શ્રી હર્ષ મુનિજીના શિષ્ય તરીકે પદ્મમુનિ એવું નામ રાખ્યું. ગુણોની દષ્ટિએ એ નામ યથાર્થ હતું, કારણ કે પાણીમાં રહેવા છતાં પદ્મ (કમળ)ને જેમ પાણીને સ્પર્શ થતો નથી, તેમ ફકીરચંદભાઈને પણ લાખોની કમી અને પત્ની-પુત્ર વચ્ચે રહેવા છતાં તેના પ્રત્યે મોહ થયો નહિ.
તે પછી શ્રી હર્ષ મુનિજી, મહારાજશ્રીએ જે જે ક્ષેત્રે ફરહ્યાં હતાં, તે તે ગામમાં ધર્મોપદેશ આપતાં વડીલ ગુરુબંધુ શ્રી જશમુનિજી પાલણપુર બિરાજતા હતા, ત્યાં પહોંચ્યા અને શીરેહી જીલ્લાની પંચતીથીની યાત્રા કરી અમદાવાદ પધાર્યા. શ્રી હર્ષ મુનિ વીરના ઉપાશ્રયે રહ્યા અને શ્રી જશમુનિજી પણ પાલણપુરથી વિહાર કરી ગામેગામ જશ ફેલાવતાં અમદાવાદ પધાર્યા. ગુરુદેવની આજ્ઞાનુસાર શ્રી જશમુનિજીએ પ. . શ્રી દયાવિમળાજી મહારાજ પાસે શ્રી ભગવતી સૂત્રના ગોદહન કર્યા. ત્યારબાદ પં. શ્રી દયાવિમળાજી મહારાજે શ્રી જશમુનિજને ગણિ અને પંન્યાસ એ બન્ને પદવીઓથી અલંકૃત કર્યા. તે વખતે શેઠ મનસુખભાઈ ભગુભાઈ વગેરે સર્વ સંઘે મોટો ઓચ્છવ કર્યો હતો, જેમાં મારવાડ તેમજ ગુજરાતમાંથી ઘણા લોકોએ હાજરી આપી હતી.
૧૫ – સુરતનાં શુભ કાર્યો અને મહારાજની નિઃસ્પૃહતા
તે પછી પુ. ૫. શ્રી જશમુનિજી ગણિવર્ય તથા પૂ. મુનિશ્રી હર્ષ મુનિજી મહારાજ વગેરે બધા મુનિઓ વિહાર કરી મહારાજશ્રીની નિશ્રામાં પધાર્યા. સાધુસાધ્વીઓએ પં. શ્રી જશમુનિજી પાસે સુત્રોનાં ગહન શરૂ કર્યા. શ્રી હર્ષમુનિજને શ્રી ભગવતી સૂત્રના યોગ ચાલુ રહ્યા. આખું માસુ પર્યુષણ જેવી ધામધૂમ વતી, અનેક પ્રકારનાં તપની ક્રિયા થઈ. આસો માસના ઉપધાનમાં ૪૦૦ ભાઈબહેનોએ અપૂર્વ લાભ લીધે. તે સમયમાં શ્રી હર્ષમુનિજીના યુગની પણ પૂર્ણાહુતિ થઈ. ઉપધાનવાળા તપસ્વી ભાઈબહેનને માલાપણની ક્રિયા તેમજ શ્રી હર્ષ મુનિજને ગણિપદ પં. શ્રી જશમુનિજીના શુભ હસ્તે થયું. ધર્મનિષ્ઠ ધરમચંદ ઉદેચંદ શેઠે જીર્ણોદ્ધાર ફંડની સ્થાપના રૂ. ૨૫૦૦૦/- આપીને કરી અને ફાળો રૂા. ૪૫૦૦૦૦/- સુધી પહોંચ્યો. શેઠ લલુભાઈ, શેઠ ધરમચંદ વગેરે આ ફંડના ટ્રસ્ટીઓ હતા અને અત્યારે પણ આ ફંડની હસ્તિ સુરતમાં છે. આ ફંડમાંથી લાખો રૂપિયા જીર્ણોદ્ધારના શુભ કાર્યમાં વપરાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org