________________
દીર્ઘ તપસ્વી શ્રી જિનઋદ્ધિસૂરિ
૭૩
આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિના શિષ્ય રત્ન આચાર્યશ્રી વિજય લલિતસૂરિ ગેાગેાલાવમાં મળ્યા. ખભાતમાં સૂરિ સમ્રાટ આચાય શ્રી વિજયનેમિ સુરીશ્વરજી તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્યાના મિલન મધુર હતાં.
આચાર્ય શ્રીના અનન્ય ભકત શ્રી હરિચંદભાઇ માણેકચંદની વિનંતીથી વીરનગર પધાર્યાં અને સૌરાષ્ટ્રના સેવામૃતિ શ્રી વીરચંદભાઇની ગ્રામસેવાની વિવિધ પ્રવૃત્તિએ જાણી ખુશી થયા. શ્રી વીરચંદભાઇના પાંચે ભાઈએના વિશાળ પરિવારને મંગળ આશીર્વાદ આપ્યા.
મુંબઇ તરફના વિહારમાં આચાર્ય શ્રી દહાણુ પધાર્યાં અને પેાતાની સુધાભરી વાણીથી ચમત્કાર સન્મ્યા. વિહારની તૈયારી હતી અને માચાય શ્રીએ દાહાણુ જેવા મધ્ય સ્થાનમાં ઉપાશ્રય જરૂરી છે તેમ ઇશારત કરી અને ચમત્કાર સર્જાયા, વિહાર બંધ રહ્યો-જમીન શ્રી ધનરાજજી ખાક્ક્ષાએ ભેટ આપી. ખાર હજારનું ફંડ થઇ ગયું. દહાણુમાં દહેરાસરજી ને ઉપાશ્રય થયાં અને આચાર્યશ્રીની ભાવના ફળી.
મુંબઇમાં શ્રી મેાહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીને સમૃધ્ધ બનાવવા જૈન સમાજના આગેવાનેાને પ્રેરણા આપી માટું ફ્ડ કરાવ્યું હતું. આચાર્ય શ્રી ખરતર ગચ્છના આચાય હેાવા છતાં એવા તા ઉદાર દિલના અને સમાજ કલ્યાણુ સાધક હતા કે તપ ગચ્છના કે અંચળ ગચ્છના મહેન ભાઈઓને તે પૂજ્ય હતા. તેઓને પર્યુષણ પર્વ'માં વ્યાખ્યાને સંભળાવવા પાતે જાતે જતા અને શિષ્યાને માકલવાની વ્યવસ્થા કરતા હતા.
થાણામાં બાર બાર વર્ષના કુસ'પ મીટાવી ઐકયતા કરવા આચાર્યશ્રીએ સુધાભર્યા પ્રવચનોથી ચમત્કાર સજાવ્યા હતા. થાણાના કળામય બેનમૂન જિનાલય માટે આચાર્ય શ્રીએ ભારે જહેમત ઉડાવી હતી. થાણાની પ્રતિષ્ઠાનેા ભવ્ય મહેાત્સવ આજે પણ હજારા ભાવિકા યાદ કરે છે આજે થાણા તે તીથ ધામ ખની ગયુ છે.
આચાય શ્રીની સુધાભરી વાણી સાંભળી માટુંગાના શ્રી બાબુભાઇ નાગજી ગણપતને ધ પ્રભાવનાની ભાવના જાગી. આચાર્ય શ્રીએ શ્રી મહાવીર સ્વામીના પાયનીના દહેરાસરમાં શ્રી ઘંટાકરણજીની મૂર્તિની પ્રતિષ્ઠા માટે પ્રેરણા કરી અને મહામંગલકારી સ્મૃતિ તૈયાર કરાવવામાં આપી અને ૨૦૦પના મહાવદી ૬ના રાજ શ્રી બાબુભાઇ પરદેશ ગયેલા હાઇ તેમની સંમતિથી શ્રી હરિચંદ ભાઇના પિતાશ્રી શ્રી માણેકચંદભાઈએ શ્રી ઘંટાકરણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આજે જાગતી જ્યાત સમી પ્રતિમાના હજારો માનવીએ દર્શન કરી પાવન થાય છે.
શ્રી વાલકેશ્વરના જૈન સંઘની પ્રતિષ્ઠા મહાત્સવ માટેની વિનતિથી આપણા તપોભૂતિ આચાય શ્રી જિનઋદ્ધિસૂરિજી વાલકેશ્વર પધાર્યા. પ્રતિષ્ઠા નિમિત્તે અઠ્ઠાઇ મહેાત્સવ શરૂ થયા. મંગળ મુહૂતે પાંચ પ્રભુજીની પ્રતિમા પધરાવવાની આચાય શ્રીએ પ્રતિષ્ઠા કરાવી. ઉપજ પણ સારી થઈ. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org