________________
જીવનદર્શન: પદાર્થની માગણી ન કરતાં દશેરાના તહેવારના દિવસે દેવી પાસે પાડાને વધ કરાવવામાં આવતો, તે પ્રથાને બંધ કરાવવા માગણી કરી. મહાપુરુષોની માગણીમાં પણ અનેક જનું કલ્યાણ જ રહેલું હોય છે. જોધપુરમાં આલમચંદજી નામના અધ્યાત્મી રાજકર્મચારી પુરુષ પણ મુનિરાજના પરમ ભક્ત થઈ ગયા અને મહારાજ સાહેબના સૌથી પ્રથમ શિષ્ય બનવાનું ભાગ્ય પણ તેમના ફાળે ગયું.
તે પછી મુનિરાજે બ્રાહ્મણવાડજી તીર્થમાં બ્રાહ્મણે અને જેને વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવ્યું. મુનિરાજ મારવાડમાં ચારે તરફ ફર્યા અને તેમના અલૌકિક પ્રભાવથી ત્યાંની પ્રજાએ તેમને “મરુધરદેશદ્વારકનું બિરૂદ આપ્યું.
૫– ગચ્છના ભેદ અને દૃષ્ટિની વિશાળતા વિ. સં. ૧૯૪૧ની સાલની વાત છે. મુનિરાજ એ વખતે જેનેના પુરાતન શહેર પાટણમાં ચોમાસું હતા. મેહનલાલજી મહારાજ ખરતરગચ્છના સાધુ હતા, પરંતુ પાટણ જૈનસંઘના આગેવાનોએ મહારાજશ્રીને વિનંતિ કરતાં કહ્યું: ‘ગુરુદેવ! અહિંનો મોટો ભાગ તપગચ્છની ક્રિયા કરવાવાળો છે, માટે આપ કૃપા કરી અમને એ ગ૭ને અનુરૂપ એવી ક્રિયા કરાવે તો સારું.” ગચ્છના ભેદે પ્રત્યે મેહનલાલજી મહારાજ ઉદાર દિલ અને વિશાળ દષ્ટિ ધરાવતા હતા. ગચ્છના ભેદને તેમને બિલકુલ આગ્રહ ન હતા. મહારાજશ્રીએ સંઘના આગેવાનોની વાત સાંભળીને કહ્યું: ‘મહાનુભાવો! મુક્તિ તે ન ખરતર મેં હૈ, ન તપગચ્છ મેં. મુક્તિ તો આત્મા મેં હૈ. ઇસકે કિયા કરની હે વો બેઠ જાઓ! અને મહારાજ સાહેબે તપગચ્છની ક્રિયા કરી, તેમજ કરાવી. '
૬- પૂજય આત્મારામજી મહારાજ અને મોહનલાલજી મહારાજ વચ્ચે
પૂર્ણ સદભાવ ૫. આત્મારામજી મહારાજ સુરતમાં ચોમાસુ હતા, ત્યારની આ વાત છે. ચોમાસુ પૂર્ણ થતાં આત્મારામજી મહારાજના વિહારવખતે સુરતના આગેવાન જૈનોએ ગદ્ગદિત કંઠે આચાર્યશ્રીને કહ્યું: “આપ સ્થિરતા કરી જાઓ તો કેવું સારૂં? અમને આપશ્રી જેવા આચાર્ય હવે ક્યાંથી મળી શકવાના પૂ. આત્મારામજી મહારાજે શ્રાવકોને જવાબ આપતા કહ્યું: “મહાનુભાવો! ગભરાવાની કે મૂંઝાવાની જરૂર નથી ? પાલીતાણામાં હાલ મુનિ
૧. વિ. સં. ૧૯૪૮ માં તપગચ્છ ક્રિયા આદરી એ હકીકત અમારા વડીલ પૂજ્ય દ્વારા જાણવા મળેલ છે.'
ભકિતમુનિ તથા પં. શ્રી નિપુણમુનિજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org