________________
કે,
,,
આબુ-દેલવાડાના જૈનમન્દિરની શિલ્પસમૃદ્ધિ
લેખક : શ્રી રવિશંકર રાવળ ગુજરાતે ભૂતકાળમાં કળા અને શિલ્પ સમાદર કરતાં ધર્મતત્વ સાથે તેને મંગલ સંયોગ યોજવામાં કેવી ઉચ્ચ સંસ્કારિતાં પ્રગટ કરી છે અને કેટલી લખલૂટ દેલત વેરી છે? તે આખુગિરિ પર આવેલાં દેલવાડાનાં જૈનમંદિરે પ્રત્યક્ષ કરાવે છે. ગિરિરાજ ઉપરની એક સુંદર ગાળીમાં આવેલું આ મંદિરનું ઝુમખું કળાના નાનકડા નેસડા જેવું લાગે છે પણ તેની અંદરને શિલ્પવૈભવ જગતની અપ્રતિમ કળાકૃતિઓની હરોળમાં ગૌરવયુક્ત સ્થાન પામ્યું છે. કુશળમાં કુશળ કારિગરેને સ્તબ્ધ કરી નાખે એવી કમળતા ભરી કતરણી જોતાં આખે તૃપ્તિથી થાકી જાય, પણ જોવાનું ખૂટે નહીં એટલી સમૃદ્ધિ ત્યાંના એક એક ઘુમ્મટમાં ઊંચે શી રીતે સ્થિરાકાર બની હશે તેની કલ્પનાથી દિંગ થઈ જવાય. - મીણમાં પણ કરવું અઘરું થઈ પડે એવું કામ ત્યાં આરસમાં લટકતું જોઈએ છીએ ત્યારે આ યુગની કળાની સંપ્રાપ્તિ શૂન્ય બની જતી લાગે છે. નાની ચેકી ઊપર તેાળાચેલા ઘુમ્મટ માત્ર છ ફુટ જેટલી ચેરસ પહેલાઈન હશે. પણ તેની અંદરની આકૃતિઓ પત્થરની જડતા છેડી જાણે સજીવ ભાવની સ્વતંત્રતા માણી રહી છે એમ લાગે. નીચે ઊભેલો માણસ માથું, મેં અને ગરદનને ચારે બાજુ કસરત આપીને નીરખે છે ત્યારે ચારે તરફથી પુતળીઓમાં એક-બીજાથી જુદા અંગમરેડ અને ભાવલીલા સુરેખ અને સંમતેલ ભર્યા દેખાશે.
, , , , , , , , , , જૈનધર્મના આદિ પુરુષ ભગવાન શ્રી ઋષભદેવનો જન્મ પૂર્વભારતની અયોધ્યામાં થયો હતો, છતાં તેમના ઉપદેશને પ્રભાવ પશ્ચિમ ભારતમાં પ્રસાર પામ્ય અને કળા-સંસ્કૃ" તિમાં પ્રકટ થયે છે, એટલે બીજે ક્યાંઈ થયું નથી. પુરાણકાળના બ્રાહ્મણ અને સિદ્ધો તપસ્યા માટે પર્વતે અને નિસર્ગના રમણીય પ્રાતેમાં વાસ કરતા તે પરંપરાને અનુસરી જૈન સાધુઓએ પણ ગિરિશિખર ઉપર સાધનાસિદ્ધિ પ્રાપ્ત કરી તેને એક તીર્થસ્થાન તરીકે પ્રતિષ્ઠા આપી છે. જે પણ ત્યાં અનેક તીર્થો લેકેને આકર્ષે છે. .
ગુજરાતમાં આબુગિરિ, ગિરનાર અને શત્રુંજય તેના ઉત્તમ ઉદાહરણ છે. આબુ પર્વત હિમાલય અને નીલગિરિ વચ્ચે ગુજરાતની ઉત્તરે મરુભૂમિમાં ઉભા થયેલા એક ઊંચા બેટ જેવું છે. તેથી તેને ગિરિરાજ કહ્યો છે. “દીઠે આજ આબૂગિરિરાજ એ તેની ઊંચાઈ ૪૦૦૦ ફૂટથી ઊંચા ગુરુશિખરની ૬૦૦૦ ફૂટ જેટલી છે. અત્યારે તેની લંબાઈ બાર માઈલ અને પહોળાઈ ત્રણ માઈલની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org