SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ર | દે શ્ય આ ગ મ ક શબ્દો શ્રી હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી, એમ.એ, પીએચ. ડી. પ્રાસ્તાવિક પ્રાકૃત ભાષાઓમાં પ્રચુર પ્રમાણમાં વપરાયેલા દેશ્ય શબ્દને શાસ્ત્રીય અને વ્યવસ્થિત રીતે બહુ ઓછો અભ્યાસ થયો છે. હેમચંદ્રાચાર્ય અને ધનપાલના દેશ્ય કેશો, પ્રાકૃત વ્યાકરણમાં સંગ્રહીત દેશ્ય સામગ્રી અને અર્વાચીન વિદ્વાનોના પ્રાકૃત કેશમાં દેશ્ય શબ્દો અંગે કેટલુંક કાર્ય થયું છે ખરું. પણ સમગ્ર રીતે દેશ્ય શબ્દના ઉદ્દગમ, પ્રચાર, પ્રકાર, પ્રયોગ ને મૂળ સ્ત્રોતની વ્યવસ્થિત વિચારણું બાકી છે, એટલું જ નહીં, એવી વિચારણા હાથ ધરાય, તે પહેલાં દેશ્ય સામગ્રીની દષ્ટિએ મહત્ત્વના પ્રાકૃત ગ્રંથની આલોચના થવી જોઈએ. તે દિશામાં પણ ઘણું ઓછું થયું છે. : પ્રાકૃત સાહિત્યમાં પ્રાચીનતા, પ્રમાણ અને સમૃદ્ધિની દષ્ટિએ જેન આગમનું સ્થાન અદ્વિતીય છે. દેશ્ય શબ્દના અભ્યાસ માટે તે અનેક રીતે અમૂલ્ય છે. તેમના પર ભાષ્યાત્મક પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે, જેમાં શબ્દના અર્થનિર્ણય માટેનાં પ્રાચીન પરં. પરાગત સાધનસામગ્રી જળવાયાં છે. એ ખરું કે અમુક જ આગમગ્રંથને શાસ્ત્રીય પદ્ધતિઓ તયાર કરેલો, પ્રમાણભૂત પાઠ આપણી પાસે છે. પણ આથી બહુ તે સમયનિર્ણયની દષ્ટિએ કેટલીક મુશ્કેલી ઊભી થાય. પણ અર્થનિર્ણયને માટે એ ખાસ નડતરરૂપ ન થાય. અહીં છઠ્ઠા અંગ “જ્ઞાતાધર્મકથામાં પ્રયુક્ત ત્રણ દેશ્ય શબ્દો અંગે થડક હાપિોહ કર્યો છે. આ શબ્દ આગમસહિત્યમાં અન્યત્ર પણ મળે છે. અહીં “દેશ્ય સંજ્ઞા વિશાળ અર્થમાં-સંસ્કૃતેતર, અજ્ઞાત, અલ્પજ્ઞાત કે અસ્પષ્ટ મૂળના શબ્દ” એ અર્થમાં સમજવી. ૧. ધણિ “તૃપ્તિ ઉદ્યાન કે વનખંડના વર્ણકમાં વૃક્ષોનું વર્ણન કરતાં, અથવા તે પુષ્પનું વર્ણન કરતાં જે એક વિશેષણ વપરાયું છે, તે છે. મહયા ગંધદ્ધણિ સુયંત જ્ઞાતા ના આઠમાં અધ્યયન (“મદ્ધિ)માં “શ્રીદામગંડ” કે “શ્રીદામકાંડ =ભીતી પુષ્પમાળાઓ ગૂંથી બનાવેલો લટકતે ગજરે)ના વર્ણનમાં આ વિશેષણ વપરાયું છે. અન્યત્ર પણ શરૂમાં જણાવેલા સંદર્ભોમાં “ઉત્તરાધ્યયન' (સૂત્ર ૩) વગેરેમાં તેને પ્રયોગ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy