________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી પ્રક બે વિદ્વાન જૈન સાધુઓ (જેમાંના એક ૬ ઠ્ઠી સદી આસપાસ અને બીજા ૧૪મી સદીમાં થઈ ગયા.) જેઓ સતત પાદવિહાર કરતા હતા તથા અનેક પ્રદેશોની જેવાજાણવા લાયક વાતે પણ પિતાના ગ્રંથમાં નાંધતા હતા. તેમની કલમે આ ઉલ્લેખ નોંધાચેલો હાઈ વધારે વિશ્વાસપાત્ર ગણાવો જોઈએ. “વિક્રમાંકદેવચરિત” અને “આર્યમંજુશ્રીમૂલકલ્પના તેમ જ “બૃહત્ કલ્પસૂત્ર'ના ભાષ્ય અને ટીકામાંના ઉલ્લેખેને એક સામટા જોઈએ ત્યારે જણાશે કે–ઈરાનમાંથી આયાત થતું તેમ જ અહીં પેદા થતું-ખનિજ તેલ પ્રાચીન ભારતમાં ઠીક જાણીતું હતું અને લડાઈમાં સળગતાં બાણ છોડવામાં તથા કેટલાક ગેમાં ચેળવા માટેની દવા તરીકે પણ તે વપરાતું હતું.'
ટાર પિટસ' નામથી ઓળખતા ખાડાઓમાં તે મળતું હતું ......પેટ્રોલિયમ વિષેની બીજી જૂની નોંધે છૂટાછવાયા અહેવાલમાં છે જેમાંની કેટલીક કિંવદન્તી જેવી છે અને કેટલીક પ્રમાણુ ભત છે. જમીનની સપાટી ઉપર તેલ અને ગેસ ઝમવાની, તેલના ફુવારાની તથા ટારના જથ્થાની વાત એમાં છે. આમાંની કેટલીક વસ્તુઓ અમેરિકાના ઈન્ડિયન આદિવાસીઓને તથા પ્રારંભકાળના યુરોપીય પ્રવાસીઓને ઠીક જાણીતી હતી. તેઓ દવા તરીકે અથવા ગાડાનાં પૈડાં માટે તેલ તરીકે એનો ઉપયોગ કરતા. (“વર્ડ ગ્રેફી ઑફ પેલિયમ, અમેરિકન ગ્રેફિકલ સોસાયટી, ખાસ પ્રકાશન નં. ૩૧, પ્રિન્ટન યુનિવર્સિટી પ્રેસ, ૧૯૬૦, પૃ. ૧૩૦). ૧૯મા સૈકાના ઉત્તરાધના પ્રારંભમાં સેમ્યુઅલ એમ. કર નામે. દવાના એક સાહસિક અમેરિકન વેપારીએ આવા નકામા તેલની બાટલીઓ ભરાવી હતી, અને kier's petroleum or Rock oil, Celebrated for its wonderful curative powers એવું નામ આપીને તે દવા તરીકે વેચ્યું હતું (એ જ). યુનાઇટેડ સ્ટેટ્સના તેલસમૃદ્ધ પ્રદેશોમાં ઘરના પાછળના વાડાઓમાં જમીનની સપાટી ઉપર તેલ ઝમતું હોય એ પ્રકારનું વર્ણન કેટલીક અમેરિકન એતિહાસિક
નવલકથાઓમાં છે. ૫. જેની કેઈ નેંધ સચવાઈ નથી એવી નિમર્ગિક ઘટનાઓને પરિણામે પ્રાચીને ખનિજ તેલ વિષે
કંઈક માહિતી મળી હશે એમ માનવાને પણ કારણ છે. કેટલીક નાની વાતે આ મતને અનુમોદન આપે છે. જેની નજીક સમૃદ્ધ તેલક્ષેત્ર જડયું છે એવા, અંકલેશ્વર પાસેના તેલવા” ગામના નામની સમજૂતી આપણે બીજી કઈ રીતે આપી શકીશુ? પાવાગઢ ઉપરના તેલિયા તળાવ” નું નામ પણ નિરર્થક નહિ હોય એમ માનવાનું મન થાય છે.
છ છ ૦૦ચ્છ
જ
જિAR
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org