SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ બીજી ગાથાને અંગે પૂણુચન્દ્રસૂરિએ (૧) બૃહચ્ચક્ર અને (ર) ચિન્તામણિચક્ર એ એ યંત્રાની વિગત આપી છે. પાશ્વદેવગણિએ પણ એમ જ કર્યુ” છે. અકલ્પલતા (પૃ. ૮ ) માં તા આ બે યંત્રાનાં નામ આપી એ પ્રત્યેકના પ્રભાવ દર્શાવાયા છે. ત્રીજી ગાથાને લગતા પાંચ યાની વિગત એ યંત્રાના પ્રભાવ સહિત પૂર્ણચન્દ્રસૂરિએ આપી છે. પાર્શ્વદેવગણિએ દસ યત્રાની રચના અને પ્રભાવ અને ‘અઘારા’ નામની વિદ્યા ઉપર પ્રકાશ પાડ્યો છે. અકલ્પલતા (પૃ. ૮) માં છ જાતનાં યંત્રેનું સૂચન છે. ચેાથી ગાથાને ઉદ્દેશીને પૂર્ણચન્દ્રસૂરિએ ૪ લઘુદેવકુલને લગતી હકીકત આપી છે. પાર્શ્વદેવગણિએ આવું કશું કથન કર્યું" નથી. અકલ્પલતા (પૃ. ૮) માં કહ્યુ છે કે ચાથી ગાથામાં સર્વા સાધક દેવકુલ અને કલ્પદ્રુમયંત્રના ન્યાસની રચના છે. પાંચમી ગાથા પરત્વે પૂર્ણ ચન્દ્રસૂરિએ એક યંત્ર તૈયાર કરવાની રીત દર્શાવી એના પૂજન માટે એક મંત્ર આપ્યા છે. પા દેવગણિએ પણ એક યંત્રને તૈયાર કરવાની રીત, એ સંબધી તંત્ર તેમજ પૂજન માટેના મંત્ર એમ વિવિધ ખાખતા રજૂ કરી છે. અલ્પલતા (પૃ. ૯ ) માં કહ્યું છે કે-પાંચમી ગાથામાં શાંતિક અને પૌષ્ટિકને તેમજ ભૂત, પ્રેત, શાકિની, ડાકિની, જવર ઈત્યાદિના નાશને તેમજ સવ રક્ષણને સ્થાન અપાયું છે. મહાપ્રાભાવિક નવ સ્મરણુ (પૃ. ૧૩૫–૧૪૮ ) માં ચન્દ્રાચાર્ય કૃત લઘુવૃત્તિ તેમજ પાર્શ્વ દેવગણિકૃત વૃત્તિનાં આધારે ર૭ (સત્તાવીશ) યત્રા તૈયાર કરવાની રીત દર્શાવાઈ છે, જ્યારે આ ગ્રંથના અંતમાં પૃ. ૧૩–૨૭ માં એ સત્તાવીસે યંત્રે ઢારી બતાવાયા છે. : ઉવસગ્ગહર થેાત્તની જે નવ ગાથાને આ પૂર્વે ઉલ્લેખ કરાયા છે. તેના દસ મંત્રાક્ષર સિવાયના અક્ષરે ઊભા કણવાળા ચારસમાં ૩૩૪ ખાનામાં અને કેટલાક અંક ૩૯ ખાનામાં મધ્યમાં અપાયા છે. એમાં ‘” સૌથી મધ્યમાં છે. એની આસપાસ અકાની ગૂથણી છે. આવું એક હસ્તલિખિત પત્ર “શ્રી મેહનલાલજી જ્ઞાનભંડાર” માં છે, આ પત્રની પ્રતિકૃતિ અન્યત્ર (પૃ. ) અપાઇ છે. મન્ત્રા—પૂર્ણ ચન્દ્રસૂરિએ પેાતાની લઘુવૃત્તિમાં પહેલી ગાથાને અંગે (૧) પૂજામ ́ત્ર, (૨) પાર્શ્વયક્ષમત્ર અને (૩) પાશ્ર્ચયક્ષિણી-મંત્ર એમ ત્રણ મંત્ર આપ્યા છે. પાર્શ્વદેવગણિએ પાર્શ્વયક્ષ-મંત્ર, પાર્શ્વ યક્ષિણી~મત્ર અને ઘાણુ–મત્ર, સર્વજ્વર નાશયન ઇત્યાર્દિ મત્રા આપ્યા છે. અકલ્પલતા (પૃ. ૮) માં તેા પાર્શ્વયક્ષ-મંત્ર અને પાર્શ્વ યક્ષિણી–મંત્રના કેવળ નામેાલ્લેખ છે. બીજી ગાથાના સંબધમાં પૂર્ણ ચન્દ્રસૂરિએ કેટલાક મંત્રા આપ્યા છે અને પૂજા–મત્ર પહેલાની જેમ જાણવા એમ કહ્યું છે, ૪૦ આ સૂરિએ બૃહચ્ચક્ર વિધિ પૂર્ણ કરી “મૈં વૈવર્ડામિમ્ ” એમ કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy