________________
ઉવસગ્ગહર થત: એક અધ્યયન
'विसहरफुलिङ्ग'मन्तं कण्ठे धारेइ जो सया मणुओ । तस्स गहरोगमारीदुजरा जन्ति उपसामं ॥२॥ चिट्ठउ दूरे मंतो तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा पावन्ति न दुक्खदोगच्चं ॥३॥ तुह सम्मत्ते हे चिन्तामणिकप्पपायवभहिए । पावन्ति अविग्घेणं जीवा अयरामरं ठाणं ॥४॥ (ા સંgો જાયમમિનિમરેજ વિશાળ
ता देव ! दिज्ज बोहिं भवे भवे पास ! जिणचन्द ! ॥५॥" પાંચ ગાથા–બ્રિજ પાશ્વદેવગણિએ આ તેત્રમાં પાંચ ગાથા હેવાનું કહ્યું છે.
છ ગાથા-જિનસૂરે પ્રિયંકરનૃપકથા (પૃ. ૮૨)માં આ સ્તોત્રની પહેલાં છે ગાથા હતી એમ કહ્યું છે. વિશેષમાં એમણે ઉમેર્યું છે કે આ છ ગાથાના સ્તવનનું સ્મરણ કરાતાં ધરણેન્દ્ર પ્રત્યક્ષ જ આવીને કષ્ટ દૂર કરતે હતે. એને આમ ફરી ફરીને આવવું પડતું હોવાથી એણે ભદ્રબાહુસ્વામીને કહ્યું કે મારાથી મારા સ્થાને રહેવાતું નથી, વાસ્તુ છઠ્ઠી ગાથા ભંડારમાં સ્થાપિત કરે. પાંચ ગાથા પૂરતા સ્તવનનું ધ્યાન કરનારનું હું અહીં રહીને સાંનિધ્ય કરીશ. એની એ વિજ્ઞપ્તિ સ્વીકારાઈ. ત્યારથી આ કૃતિ–સ્તવનની પાંચ ગાથા છે.
સાત ગાથા–હર્ષકીર્તિસૂરિએ ઉવસગ્ગહરત્તની વૃત્તિ (પૃ. ૧૪)માં કહ્યું છે કે આ સ્મરણની પૂર્વે સાત ગાથા હતી, પરંતુ બે ગાથા ભદ્રબાહુસ્વામીએ ભંડારમાં સ્થાપિત કરી અને અત્યારે તે પાંચ જ ગાથા પ્રવર્તે છે.
વીસેક ગાથા-કઈ કઈ આધુનિક પ્રકાશનમાં આ સ્તોત્રની વીસ કે એકવીસ ગાથા પણ જોવાય છે. આ બન્ને પ્રકારની ગાથાઓ મેં સંપાદિત કરેલ પ્રિયંકરતૃપકથા (પૃ. ૪૧-૪૪)માં છે. આ વીસ ગાથા પૈકી પહેલી ત્રણ, ૧૧ મી અને ૧૩ મી એ આજે પ્રચલિત પાંચ ગાથા છે, જ્યારે વીસમી ગાથા એ નમિઊભુત્તની અઢારમી ગાથારૂપે જોવાય છે.
મારા નમ્ર મત પ્રમાણે આ તેત્રમાં બહુમાં બહુ સાત ગાથા હોય તે ના નહિ, બાકીની “ક્ષેપક જણાય છે. છઠ્ઠી તેમજ સાતમી ગાથા કઈ હશે તે વિષે કઈ પ્રાચીન પ્રામાણિક ઉલ્લેખ મારા જેવા-જાણવામાં નથી. અર્થકલ્પલતા (પૃ. ૧૦)માં તેમજ ૭. ધૂલિયાથી પ્રકાશિત “શ્રીમહાવીરગ્રંથમાલા” માં પુષ્પાંક ૮ તરીકે જે યંત્ર અને મંત્ર સહિત
ઉવાર પ્રસિદ્ધ કરાયું છે તેમાં નવ ગાથા છે. જે ઉપર વીસ ગાથાની મેં નોંધ લીધી છે. * તેમાંની પહેલી ત્રણ ગાથા અહીં શરૂઆતમાં અપાઈ છે, જ્યારે એ વીસ ગાથા પૈકી ૧૧ મી, ૧૨ મી, પાંચમી, ચોથી અને છઠ્ઠી ગાથા તે અનુક્રમે ચોથાથી આઠમી છે. આઠમી ગાથામાં “વળવાર્ષિ" છે, જ્યારે મારા સંપાદનમાં “વિનાય” છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org