________________
૨૩
જૈન વેતામ્બર સંઘના ઈતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ
દેવાયુ” એટલે કે મૃત્યુ પામેલા હતા એમ સૂચવ્યું છે. જેસલમેર કેટલેંગ (ગા. એ. સિરિઝમાં પૃ. ૩૫) માં જણાવ્યા પ્રમાણે જેસલમેરની એક તાડપત્રીય પ્રતની પ્રશસ્તિમાં એક વીરમદેવને ઉલ્લેખ છે. તે મુજબ વિ. સં. ૧૨૯ માં વિદ્યુત્પર (વીજાપુર) પર રાણક વીરમદેવને અધિકાર હતે. આ વીરમદેવ તે લુણપસાજના પુત્ર રાણક વીરમદેવ હશે એમ આપણે હવે કહી શકીએ.
એમ લાગે છે કે વિ. સં. ૧૨૯૮ માં આ ઠરાવ વખતે વિરધવલ તેમ જ વસ્તુપાલ હયાત નહિ હેય.
આ લેખમાં વપરાયેલા કેટલાક શબ્દ, જેવાં કે, મહં, ઠ૦ ઠકકુર, સાહુ, શ્રેષ્ઠિ, ભાંડશાલિક વગેરે તે જાણીતા છે, પણ દેશમુખ્ય એ સંજ્ઞા ગુજરાતમાં સાહુ જિનચંદ્ર માટે વપરાતે જોઈ વિચાર થાય છે કે પાછળના સમયમાં, મરાઠા રાજ્યમાં જે અધિકાર માટે દેશમુખ શબ્દ વપરાય તે જ અર્થમાં સેલંકી યુગમાં “દેશમુખ્ય” શબ્દ પ્રયોગ થયો હશે?
આ હસ્તલિખિત પાનામાં આખા પ્રશસ્તિ લેખને અંતે, જુદા હસ્તાક્ષરમાં કેઈએ પાછળથી જે ઉમેરે કર્યો છે તેમાં જૈનસંઘમાં કેટલાક ગછો ક્યારે શરૂ થયા તેની સાલ આપી છે. આ શ્લોકે હીરાણું દે બનાવ્યા છે. જેમને સમય ઈ. સ. પંદરમા સૈકા પહેલાનો નથી. આ હીરાણુંદ તે વસ્તુપાલરાસ (વિ. સં. ૧૪૮૪) અને વિદ્યા-વિલાસ . (વિ. સં. ૧૪૮૫) ના કર્તા હોઈ શકે. સદર હસ્તલિખિત પાનું પણ ઈસ. ના પંદરમાં સૈકાના ઉત્તરાદ્ધનું કે વિક્રમના સેળમા સૈકાના પૂર્વાદ્ધનું લખાયેલું લાગે છે.
ઉપરોક્ત શ્લોકમાં જણાવ્યા પ્રમાણે પૂર્ણિમાગચ્છની ઉત્પત્તિ વિ. સં. ૧૧૫૯ માં ખરતરગચ્છની વિ. સં. ૧૨૦૪ માં, અંચલગચ્છની વિ. સં. ૧૨૧૪ માં, સાધુ પૂનમિયા ગચ્છની વિ. સં. ૧૨૩૬ માં આગમિયા ગચ્છની વિ. સં. ૧૨૮૫ માં અને તપાગચ્છની ઉત્પત્તિ વિ. સં. ૧૨૮૫ માં થઈ હતી.
આ લેખ આમ ગુજરાત તેમ જ શ્વેતામ્બર સંઘના ઈતિહાસ માટે અગત્યનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org