________________
જૈન વેતામ્બર સંઘના ઈતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ વીજાના પુત્ર શેઠ વીકલ, લુણિગગોત્રના શેઠ પદ્મચંદ્ર, આશાપલ્લીમાંથી શેઠ છાડાત્રિ (છાડાપુત્ર) ઠ૦ વહૂના પુત્ર ભીમ, શેઠ રાજસીહના પુત્ર શેઠ મહ૦ મદન, સ્તંભતીર્થના શેઠ રામદેવઉત્ર (પુત્ર) શેઠ મયધર, શેઠ વયસીહત્રિ શેઠ જયતા, શેઠ સં. (સંઘવી?) ધીરણના પુત્ર સામંત, ભાં. વાહડના પુત્ર પાતાના પુત્ર ભાં૦ આસપાલ, ભાં૦ જસવીર પુત્ર ભાંસેભિત, અને ભાંધાર આદિ શ્રાવકે–
ઠરાવ નીચે મુજબ છે–
ગુજરધરામાં, સુરાષ્ટ્ર, કચ્છ, મરુમંડલ, લાટદેશ આદિ દેશમાં, રાજભક્તિમાં તેમ જ વૃદ્ધ અને લઘુ સામતે (મોટા તેમ જ નાના જાગીરદાર સામતે) ની ભક્તિમાં હાલની રાજધાની શ્રીપત્તન (પાટણ) તેમ જ બીજા વેલાકૂલ (બંદર) તેમ જ ગ્રામ આદિમાં (તેમ જ) શ્રી શત્રુંજય, રેવતક (ગિરનાર), અબુદ આદિ પર્વત ઉપરના હયાત અહંદૂ-ચ (જિન-મંદિરે) માં, જે કઈ ચૈત્યવાસી અથવા વસતિવાસી આચાર્ય, ઉપાધ્યાય, પંડિત આદિ હેય તેમાંથી જે કઈ પોતાના દુષ્ટકર્મના દેષથી બ્રહ્મચર્યને લોપ કરી, કઈ રીતે પુત્ર-પુત્રી આદિ સંતાન ઉત્પન્ન કરે તે (તેવા) જન્મેલા બાળકની તેમના જનકે (પિતા) એ આચાર્ય કે પંડિત આદિ ચૈત્યવાસીએ અતીત સં. ૯૪ (સં. ૧૨૯૪) આગળ (એટલે સં. ૧૨૯૫ અને તે પછીના વર્ષોમાં) આચાર્યપદે સ્થાપના કરવી નહિ કે કરાવવી નહિ.
વળી ઉપર લખેલા સંવત્સરથી માંડીને કેઈએ આવા દોષથી (વિકલવ) ઉત્પન્ન થયેલા સંતાનને સાધુ અથવા સાધ્વી તરીકેની દીક્ષા આપવી નહિ. તેમ જ એવાની આચાર્યપદે સ્થાપના કરવી કે કરાવવી નહિ, અથવા આવી રીતે જન્મેલા કેઈએ જાતે પણ જૈન સાધુ (કે સાધ્વી) ને વેષ ધારણ કરી લે નહિ.
ચૈત્યવાસી તેમ જ વસતિવાસી ગચ્છાચાર્યોએ જિનશાસનના ઔચિત્યના વિચારપૂર્વક કરેલી આ વ્યવસ્થાને જે ઉલંઘે તેને વ્યવસ્થા૫ કરનાર જાહેર કરી એને જૈન સંઘમાંથી બહિષ્કૃત કરે અને એ અપાંક્તય (જેની સાથે પંક્તિજન ના કરી શકાય તે) હેવાથી એને સર્વે આચાર્યોએ સદા વર્જ્ય ગણ અને સ્થાનકેમાંથી કહાડી મૂકવે.
વળી કોઈપણ પત્તન, નગર કે ગામમાં જ્યારે કે આ ઠરેલી વ્યવસ્થાને લેપ કરે ત્યારે તે સ્થાનના પ્રતિષ્ઠિત આચાર્ય આદિએ તથા શ્રાવકેએ તે તે વ્યવસ્થા–લેપ કરનાર અન્યાયી વ્યક્તિઓને પરિભાવપૂર્વક સ્થાનકમાંથી કાઢી મૂકતાં વ્યતિકર અથવા અલાઘા આદિની શંકા મનમાં આણવી નહિ. (એવા) અન્યાયીઓને કાઢી મૂકવામાં તેઓને કેઈ દેષ નથી તેમ જ કાપવાદ પણ નથી. આ નિર્ણય ચતુર્વિધ સંઘે મળીને સર્વેની સંમતિથી સમ્યમ્ રીતે કરેલ છે.
આવી રીતે વ્યવસ્થાલેપ કરનાર છે એમ જાહેર કરી સ્થાનકમાંથી કાઢી મૂકવામાં આવતી વ્યક્તિ જે કંઈ કાયવ્રતાદિ (ઉપવાસ આદિ કોઈપણ પ્રકારનું શારીરિક ત્રાગું) કરે તે તે શ્વાન, ગર્દભ અથવા ચાંડાલ થઈ મરશે (મરીને કૂતરા, ગધેડે કે ચાંડાલ થશે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org