________________
જૈન શ્વેતામ્બર સઘના ઇતિહાસનું એક ભુલાયેલ પ્રકરણ
૧૭
ઉપર પ્રમાણે પ્રતિના ઉતારા વાંચતાં સમજાશે કે એ પરિષદમાં નીચે મુજખના ચૈત્યવાસી આચાર્યાં હાજર હતાઃ—અણુહિલ્લપટ્ટન (પાટણ)માંથી શ્રી સાંપાવસહી ચૈત્યમાં રહેતા થારાપદ્રીય ગચ્છના શ્રી સ॰દેવસૂરિ અને શ્રી પ્રદ્યુમ્રસૂરિ; અરિષ્ટનેમિચૈત્યમાંથી બ્રહ્માણુગચ્છના શ્રી શીલગુણુસૂરિ; વાયડવસહી ચૈ॰ માંના શ્રી જીવદેવસૂરિ; પચાસરાચૈત્યમાંના શ્રી દેવચંદ્રસૂરિ; જાલિહરચૈત્યમાંના શ્રી વિમલચંદ્રસૂરિ; ઘૂતવસહિકા ચૈત્યમાંથી શ્રી આમદેવસૂરિ; લાલાઉત્રા ચૈ॰(?)ના શ્રી નાગેન્દ્રસૂરિ (અને) સંડેરા ચૈ॰ ના શ્રી શાંતિસૂરિ, ભૃગુકચ્છ (ભરૂચ)માંથી, શ્રી શકુનિકાવિહાર ૨૦ માંથી શ્રી જયસિંહસૂરિ આસવાલ ચૈ॰ ના શ્રી દેવગુપ્તસૂરિ અને શ્રી સિદ્ધસૂરિ ભાવડારા ચૈ ના શ્રી જિનદેવસૂરિ, મેાઢવસહી ચૈ ના શ્રી ચક્રેશ્વરસૂરિ, ``ભરૂઅછા ચૈ॰ ના શ્રી આનન્દસૂરિ, ખડાયથા શ્રી જિનેશ્વરસૂરિ, લખણુારા ચૈ૦ ના શ્રી દેવચ ́દ્રસૂરિ, હૈયઉરા ચૈ॰ ના શ્રી પજૂન (પ્રધુમ્ર) સૂ॰, જાલઉરા ચૈ૦ ના નાણાવાલ શ્રી સિદ્ધસૂરિ, ચડાઉલા ચૈ॰ના કેર'ટાવાલ શ્રી કસૂરિ. આશાપલ્લીમાંથી શ્રી ઉદયનવિહાર ચૈ॰ માંના શ્રી દેવસૂરિ અને શ્રી આમસૂરિ. ધવલક્કક (ચાળકા)માંથી, જાલઉરા ચૈ૦ ના શ્રી સિંહદત્તસૂરિ. સ્તમ્ભનક પાર્શ્વનાથ ચેના શ્રી મદ્યવાદીસૂરિ. વટપદ્રકમાંથી ઉડીવસહી ચૈ૦ ના શ્રી ગુણુસેનસૂરિ.
આ સભામાં નીચેના વસતિવાસી આચાર્ય હાજર હતાઃ—શ્રી વિજયસેનસૂરિના શિષ્ય આચાય શ્રી હરિભદ્રસૂરિ, મલધારિ શ્રી નરચંદ્રસૂરિશિષ્ય શ્રી માણિક્યચંદ્રસૂરિ. રાજગુરુ શ્રી હેમસૂરિ (શ્રી હેમચંદ્રાચાય) ની પરંપરામાં શ્રી મેરુપ્રભસૂરિ. વાદિ શ્રી દેવસૂરિગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રી હેમપ્રભસૂરિ. શ્રી અભયદેવસૂરિના શિષ્ય શ્રી
૮. વિ. સ. ૧૨૮૭ માં રચાયેલી ‘સ્વમસઋતિકા'ના કર્તા આ હાઈ શકે. જુઓ, મેા. દ. દેશાઈ, જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ; પૃ. ૩૫. આ પરિષદમાં હાજર રહેલા ચૈત્યવાસી આચા અને સાધુએ મેટા વિદ્વાન અને જૈનસંધમાં આગેવાન વ્યક્તિએ હશે.
૯. પાટણના પંચાસરામ દિરમાં શ્રી દેવચંદ્રસૂરિની એક પ્રતિમા મે' જોઇ હતી. હું ધારું છું. સદર મદિરના પુનરુદ્ધાર થયા પછી અત્યારે પણ એ ત્યાં જ હશે.
૧૦. વિ. સં. ૧૩૨૧ માં ચૈત્રગના આમદેવસૂરિથી પ્રતિષ્ઠિત એક ધાતુપ્રતિમા મેવાડમાં કરહેડાના જૈનમદિરમાં છે. એ જ આ આમદેવસૂરિ કે આગળ જણાવેલ આશાપલ્લીમાંથી આવેલા આમદેવદેવસૂરિ કે બીજા કાઈ તે કહી શકાય નહિ.
૧૧. પાટણના સંઘવી ભંડારમાંથી વિ. સં. ૧૩૪૪ ની કલ્પસૂત્ર-કાલકકથાની તાડપત્રીય પ્રતની પ્રશસ્તિમાં આનન્દસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિના ઉલ્લેખ છે. જુએ, ‘જૈન પુસ્તક પ્રશસ્તિ સ ́ગ્રહ ’ વા. ૧, પૃ. ૩૬, આ એ જ આનન્દસૂરિ કે ખીજા તે ચાક્કસ કહી શકાય નહિ.
૧૨. ખડાયથા શ્રી જિનેશ્વરસૂરિ એટલે મૂળ ખડાયતા જ્ઞાતિમાં જન્મેલા શ્રી જિનેશ્વરસૂરિ અથવા ખડાયતા જ્ઞાતિના જૈનવિણુકાના ગુરુ શ્રી જિનેશ્વરસૂરિ એવા અર્થ ઘટાવી શકાય. અથવા અહિં આ શબ્દપ્રયોગ સ્થળ-નામ સૂચક હશે ?
૧૩. વટપદ્રક,હાલનું વટાદરા શહેર.
3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org