________________
૧૩
જૈન શ્વેતામ્બર સંઘના ઈતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ હતું અને એની નીચે આપેલી નકલ ઉપરથી સ્પષ્ટ થશે કે એને રાજ્યના દફતરમાં, મહામાત્ય તેજપાલની શાસન-પટ્ટિકામાં નેધી સાચવવામાં આવ્યો હતો. આમ આ લેખ ગુજરાત અને શ્વેતામ્બર જૈન સંઘના ઈતિહાસમાં એક મહત્ત્વને પ્રાચીન દસ્તાવેજ છે.
સદર લેખની શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે મહારાજાધિરાજ તિહુઅણુપાલ (ત્રિભુવનપાલ) ના વિજયમાન રાજ્યમાં અણહિલપાટક નગરમાં મળેલી પરિષદે વિ. સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨) ના ફાગણ વદી ૧૪ને રવિવારના રોજ સદર ઠરાવ પસાર કર્યો હતે, એ વખતે મહામાત્ય શ્રી તાતના હાથમાં શ્રીકરણાદિમુદ્રાવ્યાપારને અધિકાર હતું. અને પંચાલ, ખેટકાધાર, વાલાક, સુરાષ્ટ્ર, ધંધુક્ક, ધવલક, આદિ દેશ રાણક શ્રી લૂણપસાજ (શ્રી લવણપ્રસાદ) વડે પટ્ટલાથી ભૂજ્યમાન હતા (એટલે કે વિશિષ્ટ પટ્ટલા અથવા ફરમાન અથવા દસ્તાવેજથી એઓ આ વિભાગનું શાસન ચલાવતા હતા.) શ્રી લૂણપસાજને ચૌલુક્ય કુલના અને મહામંડલેશ્વર કહ્યા છે. આ કાર્ય આ શાસન-પોતે પોતાના પુત્ર મહારાણક શ્રી વીરમદેવ અને મહામંડલેશ્વર રાણક શ્રી વીસલદેવ (મહારાણક શ્રી વીરધવલદેવના પુત્ર) ની સાથે (સહાયથી) કરતા. વિરધવલને માટે દ્વિતીયયેષ્ઠસુત એવો પ્રયોગ કરવામાં આવ્યો છે તે નોંધપાત્ર છે.
સદર હસ્તલિખિત પ્રતનું લખાણ નીચે મુજબ છે – (પ્રતના પાનાની પહેલી બાજુ). (કીરી ૨) આ સંવત ૨૨૨૮ વર્ષે aleગુન વરિ ૪ ર ા અ શ્રીમઢિપાટા
समस्तराजावलीसमलंकृतमहाराजाधिराज श्रीतिहुअणपालदेवकल्याणविजयराज्ये ।
तनियुक्तमहामात्यदंड० श्रीताते । श्री ॥ ૩ પાટણના સંઘભંડારની “ઉપદેશકંદલીવૃત્તિની તાડપત્રીય પ્રતની પુપિકા અનુસાર, વિ. સં. ૧૨૯૬ માં તાત એ મહામાત્ય દંડનાયક હતા. જુઓ, જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ , ૧ પૃ. ૧૨૧
૪ ઉપર જણાવેલી “ઉપદેશકંદલીનૃત્તિ” માં તાત માટે શ્રી જીવર ઉરિસ્થતિ સરિ એમ કહેવામાં આવ્યું છે. જેનો અર્થ અને આ લેખમાં જણાવેલ શ્રી શૌરળ રિમુવાધ્યાપારાન રણનૈતિ તિ નો અર્થ બેઉ લગભગ સમાન જ લાગે છે. શ્રી કરણમાં State-Seal, અને અર્થતંત્ર સમાઈ જતા હતા. મુદ્રાવ્યાપાર એવો એકલો પ્રયોગ રાજમુદ્રા વાપરવાનો અધિકાર, વાણિજ્ય, નાણાંના વિ વ્યવસ્થા આદિ અંગે થતા હશે. શ્રીકરણ એ ચીફ સેક્રેટરીએટ અથવા રાજ્યની આવક અને નાણાનું ખાતું હશે. મદ્રાવ્યાપાર અંગેના જૈન સાહિત્યમાંના ઉલ્લેખો અંગે જૈન સત્યપ્રકાશ વે, ૧૮ માં પં. શ્રી લાલચંદ ભ. ગાંધીના લેખો આવ્યા હતા, તે નોંધપાત્ર છે.
૫ પંચાલ એ વિરમગામ અને ધ્રાંગધ્રા વચ્ચેનો પ્રદેશ, બેટકાધાર-બેટકમંડલ, વાલાક-રાધનપુર અને કચ્છ વચ્ચે વાગડ પ્રદેશ અથવા વળા-વલા (વલભીપુર) આજુબાજુને પ્રદેશ, સુરાષ્ટ્ર એટલે કાઠિયાવાડને સેરઠ પ્રદેશ.
૬ રાજાઓના પદુલા અથવા આદેશ માટે જૂઓ લેખપદ્ધતિ ( ગાયકવાડ એ. સિરિઝ) પૃ. ૭.
૭ આ ઉલ્લેખ વિચારવા જેવો છે. અને અર્થ કંઈક સંદિગ્ધ રહે છે. છતાં આ અંગેની ચર્ચા આ લખાણમાં આગળ કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org