________________
પૂજ્યપાશ્રીની પાંચ પદ્યકૃતિઓ
૧૩૦ ની એ સંવત હતી. મુનિશ્રી ત્યારે કલકત્તામાં હતા, ઉપાશ્રયમાં એક ભાઈએ આવીને “ઈચ્છામિ ખમાસમણ” કહી વંદન કર્યું. તે જ પળે તેમના હૈયામાં એક ભારે ગડમથલ શરૂ થઈ અને અંતે એ ગડમથલ એક સવાલ પર આવીને ઉભી રહી. યતિ રહે કે સંવેગી બનું? એક બાજુ ભૌતિક સંપત્તિ ચળકતી હતી, બીજી બાજુ આધ્યાત્મિક સમૃદ્ધિ હતી, એક બાજુ આભાસિક સુખ હતું જ્યારે બીજી બાજુ સ્વાભાવિક ને શાશ્વત સુખ હતું. મુનિશ્રી વિમાસણમાં હતા, ઘડી આ બાજુ મન જતું હતું ને ઘડી તે બાજુ જતું હતું. આમ પસંદગીનું ત્રાજવું હાલમડોલ હતું, પરંતુ આખર જીત તે સંવેગની જ થઈ. તેનું પલ્લું નમી ગયું. મુનિશ્રીએ યતિ જીવનને હંમેશ માટે ફારગતિ આપી દીધી. એ જીવનના તમામ અવશેષને નષ્ટ કરી નાંખ્યા. એ પ્રસંગની યાદ આવતા મુનિશ્રી બલી ઉઠે છે –
મંત્ર જડી એર તંત્ર ઘણેરાં, ઉન સબકું હમ દૂર વિસારી,
નવપદ ધ્યાન સદા જયકારી, સદા હિતકારી, આ પંક્તિથી મુનિશ્રીના જીવનનું એક અભૂતપૂર્વ પાસુ જોઈ શકાય છે. કારણ યતિજીવનની સંપત્તિ, સાહ્યબી ને સન્નિવેષ ત્યાગીને જ તેમણે પરિતૃપ્તિ માણું નહિ; વારસાગત મળેલા અનેક મંત્ર, તંત્ર, વિદ્યા અને જડીબુટ્ટીઓને પણ તેમણે ભુલાવી દીધી.
આમ આ કડી તેમના જીવન પર પ્રકાશ પાડવાને માટે બેંધપાત્ર બની રહી છે. હવે તેમની કીર્તિદા કૃતિ સજઝાય જોઈએ.
સજઝાય.
-
આ
તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ, સૂત્ર રૂપસે ભરી પેટીયાં, મુનિવર બન્યા વ્યાપારી; તરહ તરહ કા માલ બતાવે, અપના મન રાજી છે, તુમ માલ ખરીદે, ત્રિશલા નંદનકી ખુલી દુકાન હૈ. જિનવાણું કે ગજ હૈ ભારી, જરા ફરક નહીં જાન; નાપ નાપ કર દેવે, સદગુરુ કરે મન અપના રાજી છે. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ, 'જીવદયા કી મલમલ ભારી, શુદ્ધ મન મિસ લીજે; ડબલ ઝીણું સમતા વધે, હાં રે ચાવે સે માલ લીજે જી. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ. તપસ્યા કા બન્ટાગલ ભારી, સાડી લે સંતેષ; ઐસા વ્યાપાર કરે જિનવરસે, ચેતન ! પાયે મેક્ષ'. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org