________________
શ્રી મોહનલાલ અર્ધ શતાબ્દી ગ્રંથ: આ ચાર સ્તવનમાંથી બે સ્તવન ક્યારે લખાયાં તેની વિગત તે આપણને તે તે સ્તવનમાંથી જ મળી રહે છે. પહેલું સ્તવન તેમણે સં. ૧૯૦૩ ના મહા વદ ૧૦ ના લખ્યું છે. બીજું સ્તવન સં, ૧૯૧૭ ના શ્રાવણ સુદ પૂનમના શુક્રવારે લખ્યું છે. આ આ સ્તવને તે તે ધામની યાત્રા કરતાં લખાયાં હશે એમ સ્તવન વાંચવાથી સમજાઈ આવે છે.
આ ચારેય સ્તવને એવા સરળ ને સુગમ શબ્દોમાં લખાયેલ છે કે તેને ભાવ ને અર્થ સમજવામાં આપણને જરાય શ્રમ પડતો નથી.
કાવ્યને અનુરૂપ એ સ્તવનમાં પ્રાસ ઠેઠ સુધી જળવાઈ રહ્યો છે. અલંકારનો પણ શેડો ઉપયોગ કર્યો છે; ચિંતા–ચૂરણ, આશા-પૂરણ વ. તેમજ પ્રકૃતિનું વર્ણન કરવાનું પણ મુનિશ્રી ચૂક્યા નથી. દા. ત–
પહાડ પર્વત ઉલ્લંઘીયા રે, ઝાડી જંગી અતિ દૂર.” [ સ્ત૦ ૧]. “દેશ મેવાડી વિકટ પહાડી, અતિ હી સાગર ઘન ભારી.” [સ્તવ ૨] આ વર્ણનથી મુનિશ્રીએ પ્રકૃતિ અને પરમાત્માનું સાયુજ્ય સાધવાનો પ્રયાસ કર્યો છે.
આ સ્તવનમાં ઊર્મિઓના ઉછાળા કે લાગણીઓના ધેધ નથી પરંતુ તે એક શાંત ને મંથર ગતિએ પોતાનામાં જ મસ્ત બની જેમ ઝરણું ધીમું ગુંજન કરતું સાગરમાં ભળી જાય છે તેવી જ રીતે આ સ્તવનઝરણુએ પ્રભુના પ્રેમસાગરમાં ઝરઝર નાદ કરતાં ભળી જાય છે.
જૈન સાહિત્યમાં સ્તવન એક આગવું અંગ છે, ને તે પ્રકાર ઘણુએ ખેડીને સમૃદ્ધ બનાવ્યો છે, ને તેમાંય ગેયતા એ તે જૈન સ્તવનની વિશિષ્ટતા છે. કેઈપણ સ્તવન તમે ગાઈ શકે એવી રીતે તેની રચના થયેલી છે. શ્રીમદ્ આનંદઘનજી, ઉ. યશોવિજયજી, શ્રીમદ્દ દેવચંદ્રજી આદિની ચેવશી વાંચતા આપણને એને ખ્યાલ આવે છે.
સરળ શબ્દ પ્રાસાનુપ્રાસ અને શાંત રસથી તેમજ તેમાંની કેટલીક તળપદી સૂરાવલીથી એ બધા જ સ્તવને ગેય બન્યાં છે.
આ ઉપરાંત આ ચારેય સ્તવનમાંથી છેલ્લા નવપદજીના સ્તવનમાં એક ધ્યાન ખેંચે તેવી વિગત આપી છે.
મુનિશ્રીએ એ સ્તવનમાં પિતાના જીવનની એક વાત કહી છે, અને એ તે સ્વાભાવિક છે કે સર્જક જ્યારે સર્જન કરે છે ત્યારે પિતાની સંવેદનાને પણ વણી લે છે અને
જ્યારે એવી વણેલી સર્જના આપણું હાથમાં આવે છે ત્યારે એ ચોક્કસ આપણે હૈયાના તારને ઝણઝણાવી જાય છે.
મુનિશ્રીએ એ સ્તવનમાં વાચકના ઊર્મિ તંત્રને જગાડવાને જરાય પ્રયત્ન નથી કર્યો પરંતુ હૈયાના ભાવને જાણકાર તે જરૂર કહેશે કે મુનિશ્રીએ પિતાના સંવેદનને અહીં વણી લીધું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org