________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ:
સ્તવન ૧ લું. સિરપુર નગરમાં શોભતાં રે, અંતરીક્ષ પ્રભુ પાસ; દક્ષિણ દેશ વરાડમાં રે, બીચમેં લિયે તમે વાસ. હે જિનજી ! ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતર વૈરીને વારજે રે; તાર દીન દયાલ... હે૧ પહાડ પર્વત ઉલ્લંઘીયા રે, ઝાડી જંગી અતિ ક્રૂર; તુજ દરશન કરવા ભણી રે, આવ્યું ઈતની દૂર. હે. વામાનંદન વંદીએ રે, અશ્વસેન કુલ ચંદ્ર; સતફણે કરી શુભતાં રે, સેવે સુર નર ઈન્દ્ર. હે શ્યામ વરણ સેહામણો રે, અદ્ભૂત બિંબ ઉદાર; તરણ તારણે જિનેશ્વર રે, આવાગમન નિવાર રે. હ૦ ૪ ધરણીથી ઊંચા વસે રે, નયણે નિરખ્યા સે પ્રમાણુ બિરુદ બડે છે રાજને રે, સાહિબ ચતુર સુજાણ. હે. ૫ સંવત ઓગણીસ તિયાસીમેં (૧૯૦૩) રે, માધવ વદિસુખકાર; તિથિ દશમી યાત્રા કરી રે, આનંદ હરખ અપાર રે. હ૦ ૬ પ્રભુ ભેચ્યા ઘણા ભાવનું રે, સાથે સબલ પરિવાર, મેહન મુનિ કહે માહરી રે, કીજે તુમ પ્રતિપાલ. હે. ૭
સ્તવન ૨ જુ ધુલેવામેં રિખભ દેવ સુખકારી, મેં તે વારી જાઉં વાર હજારી. નાભિરાય મરૂદેવીકે નંદન, કુલ ઈફવાકુ ઉજાલી; પાંચ ધનુષ શત કંચન કાયા, જુગલ ધર્મ નિવારી. દેશ મેવાડી વિકટ પહાડી, અતિ હી સાગર ઘન ભારી; ખાખર ભાખર બિચ બિરાજે, મંદિર બન્યું મને હારી. ચોસઠ ઈન્દ્ર કરે જાકી સેવા, હીલ મિલ બહુ નરનારી; જે ધ્યાવે સે હી ફલ પાવે, કે કહે મહેમ તિહારી. ૩ ઓગણીશે સત્તરે(૧૯૧૭) શ્રાવણ સુદદિન તિથિયા શુકરવારી; કાશી, લખનઉ, પુરશાહ સંઘ, ભેટ ચરણ હિતકારી. ૪ ચિંતા ચૂરણ, આશા પૂરણ, કલ્પવૃક્ષ અવતારી; મેહન મુનિ કહે મુજને હેજે, તુમ દરસ સેવાકારી. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org