________________
પૂજ્યપાશ્રીની પાંચ પદ્યકૃતિઓ
લેસ'પાદકીય.
કાવ્ય એ તે સંવેદનાનું આંસુ છે. દરેક દેશે, દરેક સસ્કૃતિએ એની દૂધભાષામાં પેાતાનાં આંસુ સાર્યાં છે.
શ્રમણસ સ્મૃતિએ તે એવાં ઘણાં આંસુ સાર્યા છે. પરંતુ એનાં આંસુ વેદનાનાં નથી. એ આંસુ તેા ઉમળકાનાં છે. ભક્તિના આવેગનાં એ તે હષર્મિદુએ છે.
જૈન સાહિત્ય ઘણા જ ભક્તિકાવ્યા આપ્યાં છે. સંપ્રદાય એને ‘સ્તવન'ના નામથી એળખે છે. પરંતુ સાહિત્ય તે એ ‘સ્તવનને ભક્તિકાવ્યથી જ એળખશે.
મુનિશ્રી મેહનલાલજી મહારાજે પણ એવાં કેટલાંક ભક્તિકાવ્યા (સ્તવન) લખ્યાં છે. તેમનું સમગ્ર જીવન જોતાં તે સાહિત્યની આ પ્રવૃત્તિ જૂજ જ જોવા મળે છે. તેમની માત્ર પાંચ જ કૃતિઓ આસ્વાદ માટે મળી શકી છે. તેમણે એ સિવાય બીજા સ્તવન લખ્યાં હશે કે આટલા જ લખ્યાં હશે એ એક સવાલ છે. અને એ સવાલ સ'શેાધન માંગી લે છે. પરંતુ એ સ્તવન ઉપરથી એટલું તે જરૂર ફલિત થાય છે કે મુનિશ્રીમાં કવિત્વશક્તિ પણ હતી. કાવ્યને ચેાગ્ય એવું ઊર્મિલ ને સંવેદનશીલ હૈયું પણ હતું.
શ્રીમદ્ આનંદઘનજી કે ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી જેવી કાવ્યપ્રતિભા ભલે તેમની રચનામાં જોવા ન મળે પણ જ્યારે તેમને સ્મારક ગ્રંથ બહાર પડે છે અને તેમનું સળંગ વિસ્તૃત જીવન પણ તેમાં સામેલ કરવામાં આવે છે ત્યારે તેમની આ એક પ્રવૃત્તિની નોંધ લેવી જરૂરી બની જાય છે. એ ઉદ્દેશથી અમે તેમની ઉપલબ્ધ કૃતિઓનું આછું વિશ્લેષણ કરીએ છીએ.
તેમની પાંચ કૃતિઓમાંથી ચાર ભક્તિકાવ્ય (સ્તવન) છે. અને એક રૂપક કાવ્ય (સજ્ઝાય) છે. એ ચાર સ્તવનામાંથી બે સ્તવન શ્રી પાર્શ્વનાથ પ્રભુ પર રચાયેલાં છે. તેમાં એક રાજસ્થાનમાં આવેલ જૈશાણા ગામના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ૫૨ છે. જ્યારે બીજી સ્તવન દક્ષિણ ભારતના વરાડ પ્રાંતમાં આવેલ શીરપુરના શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ પર લખાયેલ છે. ત્રીજી સ્તવન છે તે લેવા (કેશરીયાજી)ના શ્રી આદીશ્વર ભગવાન પર છે અને છેલ્લી કૃતિ નવપદજી પર સકલિત થયેલી છે.
ગુણાંક ને સાહિત્યના ગજથી એ કૃતિએ તપાસીએ તે। એ પાંચે કૃતિઓમાં સાય’ એ તેમની કીર્તિદા બની રહે છે.
પહેલાં. તેમના સ્તવના પર વિશ્લેષણા કરીશું ને અંતમાં તેમની સજ્ઝાય જોઇશું....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org