________________
સ્મૃતિગ્રંથના ઘડવૈયા
સંઘવીની ઉપધાન કરાવવાની ભાવના જાગી અને પરિણામે ઘાટકોપર ખાતે ધર્મનિષ્ઠ શ્રી વાડીલાલ ચત્રભુજના વિશાળ પ્લેટમાં ભવ્ય મંડપ બાંધી ઉપધાન તપ શરૂ થયાં. એજ સાલમાં સુરતમાં આચાર્ય , વિજય સમદ્રસૂરિજી તથા આચાર્ય શ્રી કનકચંદ્રસૂરિજીની નિશ્રામાં વડા ચૌટા ખાતે ફા. વ. ૩ ના રોજ શ્રી નિપુણ નિજીને પન્યાસ-પદાર્પણ મહોત્સવ ઉજવાયો, અને પન્યાસશ્રી નિપુણમુનિજી ગણિવર, મુનિશ્રી ચિદાનંદ મુનિજી, મુનિશ્રી મૃગેન્દ્ર મુનિજી આદિ ઠા. ૩ સુરતથી વિહાર કરી મુંબઈ-ઘાટકોપર ઉપધાન પ્રસંગે પધાર્યા.
સં. ૨૦૧૩ ના ચૈત્ર વદ-૧૨ ના શુભ દિને શ્રીમાન મોહનલાલજી મહારાજને ૫૦મો સ્વરોહણ દિન આવતું હોઈ ભવ્ય સમારોહપૂર્વક એ સ્વર્ગ–તિથિ ઉજવવાની ભાવના જાગી. અને પરિણામે સ્વર્ગારોહણઅર્ધ શતાબ્દી મહોત્સવ મુંબઈના કેન્દ્ર ગણાતાં ભૂલેશ્વર-લાલબાગના ઉપાશ્રયમાં ઉજવવાનું નકકી થયું. આ ઉત્સવને યશસ્વી બનાવવા માટે એક વગદાર વ્યવસ્થાપક સમિતિની નીમણુક કરવામાં આવી. જેમાં નીચે મુજબ સુશ્રાવક સદગૃહસ્થને સમાવેશ થાય છે.
૧ શ્રી ભાઈચંદ નગીનચંદ ઝવેરી
૮ શ્રી તલકચંદ કાનજી કપાસી ૨ શ્રી રતનચંદ ચુનીલાલ દાલીયા
૯ શ્રી કાલીદાસ સુંદરજી કપાસી ૩ શ્રી ઝવેરચંદ કેશરીચંદ ઝવેરી
૧૦ શ્રી જે. એસ. કોઠારી ૪ શ્રી અમીચંદ નગીનચંદ ઝવેરી ૧૧ શ્રી હીરાલાલ મંછાલાલ સોલીસીટર ૫ શ્રી મગનભાઈ મૂળચંદ
(શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરીના ૬ શ્રી કેશરીચંદ હીરાચંદ ઝવેરી
ટ્રસ્ટી તેમજ સેક્રેટરી). ૭ શ્રી માણેકલાલ હરખચંદ માસ્તર ૧૨ શ્રી બાબુભાઈ સાકરચંદ આ સમિતિએ ઉત્સવના કામકાજ અંગેની દરેક જવાબદારી ઉપાડી લીધી. ખાસ કરીને શ્રી કાલીદાસ સુંદરછ કપાસી, શા, માણેકલાલ હરખચંદ, જે. એસ. કોઠારી તથા કેશરીચંદ હીરાચંદ ઝવેરીએ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી. જૈન જનતાના અમાપ ઉત્સાહ વચ્ચે પૂ. ગુરુદેવશ્રીને ૫૦ મે સ્વર્ગારોહણ દિન આવી પહોંચ્યો. લાલબાગ ઉપાશ્રયના વિશાળ હોલમાં જાહેર ગુણાનુવાદ સભા ભરવામાં આવી. મુંબઈ અને પરાના ભાઈ-બહેનોએ એ પ્રસંગે હાજરી આપી. મુંબઈના ઉપાશ્રયુને શ્રમણ વગ અને સાધ્વીજીગણ પણ ત્યાં પધાર્યો પૂ. શ્રીમદ્ મેહનલાલજી મહારાજના મુંબઇ ક્ષેત્ર ઉપરના ઉપકારના અનેક વિદ્વાનો અને મુનિરાજોએ ગુણગાન ગાયાં. આ પ્રસંગે શાંતિસ્નાત્ર સાથે અઢાઈ મહોત્સવ પણ ઉજવાયો. જેમાં શેઠ જીવતલાલ પ્રતાપશી, શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ભેગીલાલ લહેરચંદ, શેઠ રમણલાલ દલસુખભાઈ, તથા શેઠ મણીલાલ મોહનલાલ ઝવેરીવિગેરે સદગૃહસ્થોએ લાભ લીધો હતો. આમ અર્ધ શતાબ્દી મહોત્સવ ખુબ જ યાદગાર રીતે ઉજવાઈ ગયા. પણ એ સ્મૃતિને ચિરસ્મરણીય અને ચિરંતન બનાવવા માટે પૂ. શ્રીમદ મોહનલાલજી મહારાજનું નાનું સરખું પણ એકાદ સાંગોપાંગ જીવન-ચરિત્ર તૈયાર કરી તેને પ્રકાશિત કરાય-એવું ભાવનાત્મક સુચન જ્યારે સુશ્રાવક જીવણચંદ સાકદચંદ ઝવેરી તરફથી મળ્યું ત્યારે એ વાત પણ અમને સમચિત જણાઇ અને તેને આરંભ પણ પૂ. પં. શ્રી નિપુણ મુનિજી મ. તરફથી કરવામાં આવે. આ દરમ્યાન પંન્યાસશ્રીના શિષ્ય મુનિશ્રી મૃગેન્દ્ર મુનિજી તરફથી અમને એક નવી સૂચના મળી. આ પ્રકાશનની યોજનાને માત્ર જીવનચરિત્ર સુધી જ સીમિત ન રાખતાં તેને એક સ્મૃતિ ગ્રંથનું ૨૫ અપાય અને અદ્યતન દ્રષ્ટિએ આ પ્રકાશન લોકભોગ્ય બનવા સાથે વિદગ્ય પણ બને તે જરૂરનું છે. અને ચરિત્રનું આલેખન પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org