________________
અર્ધ શતાબ્દીનાયકની જન્મકંડલી.” લેખક : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા-મુબઈ.
IN
I.
( રે.!
/
૧૧
૧૦.
સગત પ્રાતઃસ્મરણીય મોહનલાલજી મહારાજને જન્મ સંવત ૧૮૮૭ ના વિશાખ શુદિ છઠ્ઠના દિવસે સિંહ રાશિમાં થયું હતું.
સિંહ રાશિમાં જન્મેલાં માણસના શરીર માટે ભાગે મજબૂત, ભવ્ય અને પ્રતિભાશાળી હોય છે. પ્રકૃતિએ તેઓ વિશ્વાસુ અને ઊંડી લાગણી ધરાવતા હોય છે. ધર્મગ્રંથ અને ગમાર્ગના તેઓ અભ્યાસી હોય છે. સ્વભાવના માયાળુ પણ જરા અતડા હોય છે. બીજાઓની સાથે તેઓ જલદીથી ભળી શકતા નથી, પરંતુ એક વખત વિશ્વાસ બેઠા પછી, તેઓ કઈ પણ પ્રકારનું કામ કરી આપવામાં પાછા પડતા નથી. પ્રપંચ, ખટપટ અને દગાનાં કાર્યો પ્રત્યે તેઓ ભારે તિરસ્કાર ધરાવતા હોય છે. પરિણામની દરકાર કર્યો વિના જ્યાં આવે અનુભવ તેમને થાય છે ત્યાંથી તે દૂર હટી જાય છે. તેઓના વિચારે શુદ્ધ અને પવિત્ર હોય છે, અને હલકા કાર્યને તેઓ ધિક્કારે છે.
આ રાશિમાં જન્મ લેનારી વ્યક્તિઓ કોઈની શેહ કે શરમમાં કદી પણ દબાતી નથી. ભારતના એક સુપ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી આ રાશિમાં જન્મ લેનાર સ્ત્રીઓને લગ્નથી દૂર રહી કે સામાજિક સેવાના કાર્યને અપનાવવાની સલાહ આપે છે. આવી સ્ત્રીઓના માટે તેના એગ્ય પાત્ર મેળવવું ભારે કઠિન છે, કારણ કે અસત્ય અને જૂઠાણું પ્રત્યે તેઓ ભારે તિરસ્કાર ધરાવે છે અને પોતાના પતિદેવને પણ સાચી વાત કરી દેવામાં શરમ અનુભવતી નથી. સિંહ રાશિમાં જન્મ લેનાર વ્યક્તિ હાજરજવાબી અને કેટલીક ગૂઢ અલૌકિક શક્તિ ધરાવનાર હોય છે. માણસને પારખવાની તેનામાં કુદરતી રીતે જ શક્તિ હોય છે, અને તેના અનુમાન ભાગ્યે જ ખોટાં પડે છે. મોટા ભાગે તેઓ ગંભીર અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org