SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મેહનલાલજી ધર્મને હદયમાં વજલેપ સમાન સ્થાપી ઉપદેશપીયૂષનું પાન કરાવે છે. આપણા પૂર્વાચાર્યો તત્ત્વજ્ઞાન, ન્યાય આદિ અભૂત ગ્રંથ રચી પરમબેધદાતા થઈ મંગલ અને પરભવ અર્થે કલ્યાણકારી નીવડ્યા છે, પરંતુ તે સર્વ જિનપ્રવચન વાણુને સંગત, એકમત રહીને જ. આપણી સંતમાલિકામાં પશ્ચિમાત્ય સં તેમાં દષ્ટિગોચર થતું વિલક્ષણ વચિત્ર્ય નથી. પશ્ચિમાત્ય દેશના ઉદારધી મહાન સંતેએ આત્મ સમર્પણ કરી સ્વજનેના તેમજ ઈતર લોકોનાં દુઃખ વિદારવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા છે. તુરંગમાંના કેદીઓની સ્થિતિ સુધારનાર, મહારેગગ્રસ્ત લોકોમાં વસી આશ્વાસન આપી ઔષધ આપનાર અને તેથી કદાચ પોતે પણ મહાગી થનાર, પિપમહારાજાના ઢગનું પરિફેટન કરનાર, સમરભૂમિ પર જખમી સનિકની શુશ્રષા કરનાર અનાથ અર્ભકેને સહાય મેળવી આપનાર, આવા અનેક પ્રકારના સતેની માલિકા પશ્ચિમમાં બનાવી શકીશું. આપણા સાધુઓએ સંસાર કે વ્યવહારમાં કઈ પણ અંશે પડવાનું નથી તેથી તેઓ ઉપદેશરૂપે ભક્તિ, જ્ઞાન અને સદાચારને બોધ આપી હૃદયમાં સન્નિષ્ઠા અને ધર્મ ધારી એક જ ચીલે ચાલ્યા જાય છે. વળી પશ્ચિમાત્ય સંતને મુખ્ય ઉદ્દેશ એહિક છે, જ્યારે આપણે સંતોનો ઉદ્દેશ પારગામી પારલૌકિક છે કારણ કે પશ્ચિમ પ્રવૃત્તિમય છે, પૂર્વ નિવૃત્તિમય છે. પ્રવૃત્તિમાં રહી ઐહિક કલ્યાણ શોધવું તેના કરતાં નિવૃત્તિમાં રહી બીજાઓને પણ નિવૃતિ શીખવી અને નિવૃત્તિમય બનાવી પારલૌકિક પરમકલ્યાણ શેધવું એ કોઢવધિ ઉચ્ચતર છે. [ પ ]. મનવાંછા: આપણે સૌ એક હૃદયથી એવું ઈચ્છી વિરમીશું કે ઉક્ત મહાત્માની અમૃતકણિકા (આત્મા) અક્ષયધામમાં વાસ કરી શાન્તિ સર્વકાળ ભેગ. સ્મારક –તેની સાથે સૌ સાહિત્યપ્રેમી અંતઃકરણે ઈચ્છશે કે ઉક્ત મહાત્માના સ્મરણાર્થે વિશાલ જૈનસાહિત્ય ગ્રંથાલય સ્થાપવા તેમના અનુયાયી અને પ્રશંસકો બલકે સૌ જેનો શ્રદ્ધાવાન પ્રયત્નવાનું અને કાર્યવાહી બને કે જેથી એટલું તે સ્મરણમાં રહે કે" But it is in all tender hearts That this good sage, who was all feeling Has raised eternal monument of his soul" મુંબઈ આષાઢ શુદિ દ્વિતીયા સંવત્ ૧૬૩ જૈન પતાકા ફે. માર્ચ ૧૯૦૮ મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy