________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : આ—મુંબઈમાં શેઠ ભાઈચંદભાઈએ લાલબાગમાં ધર્મશાળા કરાવવાનું શરૂ કર્યું છે,
જે હજી ચાલુ છે. ઈ–મુંબઈમાં માંગરેલ જૈન કન્યાશાળા. ઈ–મુંબઈમાં શેઠ ધરમચંદ ઉદયચંદ હસ્તક ચાલતું જીર્ણોદ્ધાર ફંડ. ઉ–શેઠ નગીનચંદ કપૂરચંદ હસ્તક ચાલતું જીવદયા ફંડ. ઊ–અમદાવાદમાં શ્રી મેહનલાલજી જૈન લાઇબ્રેરી. એ—પાલીતાણામાં શ્રી મેહનલાલજી જૈન પાઠશાળા. એ—પાલીતાણામાં શ્રી મેહનલાલજી જૈન લાઈબ્રેરી. –સુરતમાં રાવ સાવ હીરાચંદ મોતીચંદ જૈન ઉદ્યોગશાળા ઉઘાડવાની છે.
વગેરે વગેરે. આ સિવાય બીજી કેટલીક સખાવતે, કેટલાંક ધર્મકાર્યો તેમના જીવનપર્યત અને જીવન બાદ થયાં છે. સુરતમાં સમેતશિખર પર કેટ બાંધવાને રાત્રે બ૦ નગીનચંદ ઝવેરચંદે એક લાખની સખાવત કરી છે.
આવી અનેક સખાવતે જેના ઉપદેશથી થાય તે કેવા મહાત્મા હોવા જોઈએ, તેને ખ્યાલ થશે.
આ મહાત્મા વળી જૈન સંઘ કાર્યમાં અપૂર્વ ઉત્સાહ લેતા. સંઘની વિવિધ પ્રવૃત્તિએનું પૂર્ણ નિરીક્ષણ કરી વિચારપૂર્વક સલાહ આપતા તે સર્વને પસંદ પડતી અને સમાધાન આપોઆપ થઇ જતું.
આવા પુણ્યાત્માનો સ્વર્ગવાસ થતાં તેની ખબર ચોમેર પથરાઈ. મુંબઈમાં ખબર પડતાં બજારે, મતીના કાંટા, માર્કેટ વગેરે બંધ થઈ હતી. ગરીબને જમણ આપવામાં આવ્યું હતું, અને મુંબઈ સિવાય અન્ય સ્થળે પણ ઘણાં ધર્મકાર્યો થયાં હતાં.
[ ૩] અનુકરણીય ચરિત્ર પરથી બધ
(૧) તેમના અવિરલગુણની સ્મૃતિ હદયમાં ચિરસ્થાયી રાખી નિરંતર તે ગુણ ધ્યાવવા જોઈએ. તેથી ઉજજ્વલતાને આવિર્ભાવ થતાં ઉજજવલતાનું પ્રકટીકરણ થશે. દરેક જન-વ્યક્તિ દેષહીન નથી. સંસાર અત્યંત દષથી પૂર્ણ છે, તેમાં ષષાયાદિ મહારિપુએ ચક્રવર્તિના જેવું સામ્રાજ્ય ભેગવે છે; અને અશુભ કાર્યોમાં પણ હંમેશ પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે, તે તે સંસારમાં રચીપચી રહેનાર સંસારીઓમાં એવું ઘણેછેડે અંશે હોય તે સ્વાભાવિક છે. સર્વ, ગુણેમાં સમાન નથી. એક-એકથી ચડે છે યા ઉતરે છે. ત્યારે દરેક મનુષ્ય ઉત્તરોત્તર પદ પ્રાપ્ત કરવાને કરવું જોઈતું આલંબન પિતાથી ઉત્તમ પ્રકારનું હોવું જોઈએ. સ્વમાન ભૂલી જવું જોઈએ. જેમ દુઃખી મનુષ્ય દુઃખને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org