________________
સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મોહનલાલજી
આ પ્રમાણે આપણે વીચિ કે વીચિસમૂહથી અબાધિત અબ્ધિના બાહ્યભાવમાં અપૂર્વ ગંભીરતા પ્રકટપણે થએલી જોઈ.
[ 2 ] ગુણપ્રદેશઃ–ઉપરોક્ત ગંભીરતામાં સંસારી શ્રોતાજનોનાં કલહ, વિર, લેભ વગેરે અશુભવૃત્તિ અને પરિણામે ડૂબી જતાં જોઈશું અને તે માટે ગુણપ્રદેશના વિસ્તારમાં જરા ચંચુપાત કરીશું તે હંસ જેમ ચંચુથી શુદ્ધ મતી ચરે છે તેમ શુદ્ધ મોતી જ પ્રાપ્ત કરીશું.
શ્રીમાનું વિચારગાંભીર્ય પળેપળે પ્રકટ હતું, વચન વિચારાનુસાર હતાં; વચનમાં તામસ ગુણ કદીપણુ અપ્રકટપણે પણ બહાર ન આવત. તેમ શ્રીમાનું વાચતુર હોઈ સામાને લેભાવી પિતાના પક્ષમાં સહેલાઈથી લઈ શકતા. તદનુસાર વિચાર પણ તામસ ગુણથી નિરાળા જ પ્રતીત થાય છે. તેમ વચનાનુસાર તેમની કૃતિ (ચારિત્ર્ય-આચાર) હતી.
આચારમાં સંયમ, દમ, અને શમમાં પ્રવૃત્ત હતા. આપણું સાધુના આચાર અતિશય કઠિન, અને શરીરની પૂર્ણ કર્સટી કરાવનાર છે. આત્મનિગ્રહ વગર ઈન્દ્રિયદમન નથી, ઈન્દ્રિયદમન વગર શાન્તિ નથી. ચિત્તના રેધથી થએલી શાન્તિ પાસે મનના પછાડા બીલકુલ કાર્યસાધક નથી. મનની સંપૂર્ણ જીત કરનાર મહાત્મા કહેવાય છે. આવી રીતે માક્ષસાધનત્રયમાંનું એક સાધન સમ્યગુઆચા૨ ઉક્ત મહાત્મામાં મૂતિમાનું થયું.
હવે જ્ઞાન વિષયે વદતાં કહેવું પડશે કે જ્ઞાનપ્રદેશ મર્યાદિત હતું, જ્ઞાનમાં એકાસર્વ પ્રવીણ કહી શકાય નહિ, છતાં મર્યાદિત જ્ઞાન એવું એપતું હતું કે તે કેટલાક પ્રસંગો પર પ્રબલ પ્રકાશ પાડયા વગર રહેતું નહીં. શ્રીમાને વાંચન પર બહુ જ પ્રેમ હતે; અવકાશ સમયે પુસ્તક વાંચવામાં મગ્ન માલૂમ પડતા અને તેથી પુસ્તકનો ભંડાર પુષ્કળ રાખતા. : -
| દર્શનમાં આસ્તિક્યતા, નિર્વેદ, અનુકંપા આદિનો હદયમાં વાસ રાખી તેમણે અનેકને જૈનધર્મમાં શ્રદ્ધાવંત કર્યા છે; અન્ય દશનીઓને પણ જેનધર્મના અભિવંદનીય આચાર-નિયમોનું પાલન કરાવ્યું છે. તાદિ લેવરાવ્યાં છે. જિનશાસનને ઉદ્યોત થાય તેમ કરવામાં કશી ખામી રાખી નથી. જિનમંદિરની પ્રતિષ્ઠા કરી અનેક ઉત્સવાદિમાં સહાયભૂત બલકે નિમિત્તભૂત થયા છે. અબુઝ–અજ્ઞાનીનાં નયનપડળ જ્ઞાનાંજનશલાકાથી દૂર કર્યા છે. શહેરવાસી જેનો કે જે બહુધા વ્યવસાયી અને વેપારી વર્ગ છે તેમને ભક્તિમાગને ઉત્તમ પરિચય કરાવી આવશ્યક ક્રિયાઓ કરવામાં મશગૂલ કર્યા છે. વિશેષ અને મહાન ઉપયોગી કાર્યો કરવામાં ધન એ મુખ્ય સાધન છે, તેથી ધનવાન જનને ઉપદેશ આપી તે કાર્યો તરફ તેમણે પ્રબળ પ્રેરણા કરી છે તેથી તેઓ અનેક સખાવતના કારણભૂત થયા છે. તેવાં ધર્મકાર્યોની નોંધ લઈશું તે અપ્રાસંગિક નહિ ગણાય. અ–મુંબઈમાં બાબુ પનાલાલ પુનમચંદના ખાતાંઓ જેન હાઇસ્કૂલ અને જૈન
ડિસ્પેન્સરી આ કાર્યમાં આવી ગયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org