________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ મળતાં સુરતના આગેવાન ગૃહસ્થ ત્યાં ગયા અને મેહનલાલજી મહારાજને સુરત પધારવા વિનંતિ કરી. પ્રત્યુત્તરમાં શ્રી મેહનલાલજી મહારાજે કહ્યું કે –મેં નવ ગુણ ગામે કાäા તવ રેડૂTI |
શ્રીમદ્ આત્મારામજી મહારાજ સાહેબ મારવાડ તરફ વિહાર કરતા પેલેરામાં પધારેલા. તે જ અરસામાં શ્રી મેહનલાલજી મહારાજ ત્યાં આવવાના છે એવા સમાચાર જાણીને શ્રી આત્મારામજી મહારાજે ધોલેરાના સંઘને ખાસ પ્રેરણા કરીને શ્રી મોહનલાલજી મહારાજનું ધામધુમપૂર્વક સામૈયું કરાવ્યું અને તેમને લેવા માટે ઉપાધ્યાય શ્રી વીરવિજયજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા શ્રી હંસવિજયજી મહારાજ આદિને સામા પણ મોકલ્યા. તેમજ અન્યા ને વંદનવ્યવહાર પણ જાળવ્યો હતો.
અને વિષયાંતર કરીને પણ તે સમયે બની ગયેલ બીજી ઘટનાને જણાવવી ગ્ય લાગે છે. શ્રી મેહનલાલજી મહારાજ ધોલેરાથી શ્રી આત્મારામજી મહારાજથી જુદા પડીને પાલીતાણે પધાર્યા અને ખૂબ હર્ષ પૂર્વક સિદ્ધગિરિજીની યાત્રા કરી. તે અરસામાં તેમના સાંભળવામાં આવ્યું કે ભાવનગરમાં અત્યારે શ્રીમાનું વૃદ્ધિચંદ્રજી મહારાજ ખૂબ બિમાર છે. તે ખબર જાણતાં શ્રી મેહનલાલજી મહારાજે, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને મળવાના ઈરાદાથી ભાવનગર તરફ વિહાર કર્યો. એ ખબર શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને મળતાં તેમણે ત્યાંના સંઘના આગેવાનોને ખાસ સૂચના કરીને શ્રી મોહનલાલજી મહારાજનું ખૂબ ધામધૂમપૂર્વક સામૈયું કરાવ્યું અને તેની સાથે પંન્યાસ શ્રી ગંભીરવિજયજી આદિ મુનિએને લેવા માટે સામા મેકલ્યા. એ રીતે તે કાળના બન્ને મહાપુરુષે એકબીજાને આનંદપૂર્વક કેઈપણ જાતના સંકેચ વિના મળ્યા. આ બધી ઘટનાઓમાંથી તે મહાપુરુષની એક-બીજા પ્રત્યેની ઉદાર દષ્ટિ, ગચ્છના મમત્વથી રહિતપણું અને નિર્દોષ સરળતા તેમના પ્રત્યેક વ્યવહારમાં જણાઈ આવે છે. તેમની આવી મહત્તાથી જ આજે સમગ્ર જૈન સમાજને તેમના પ્રત્યે અપૂર્વમાન છે. કેમકે તેમનામાં મારા-તારાપણા કરતાં શાસનની દાઝ અને સમાન મહાન પુરુષની સાથે મળતાપણું-સૌજન્ય એ મુખ્યત્વે જોઈ શકાય છે.
શ્રીમદ્ આત્મારામજી મહારાજની આજ્ઞાથી અમેરિકાની સર્વધર્મ પરિષદમાં હાજરી આપીને ત્યાં જૈનધર્મને સુંદર પ્રચાર કરીને સ્વ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી સુરતમાં જ પાછા ફરેલા. તે વખતના મુંબઈનું માનસ અત્યારના કરતાં તદ્દન જુદા જ પ્રકારનું હતું, અર્થાત્ ગમે તે કારણે પણ યૂરેપ જનાર ધર્મથી ભ્રષ્ટ થઈ જ જાય, એવી માન્યતાનાં મૂળ ઊંડાં ગયાં હતાં. અને તેથી શ્રી વીરચંદભાઈને યુરેપગમન માટે લોકોમાં ખૂબ ઉહાપોહ થઈ રહ્યો હતે. સૌ પોતપોતાનો અભિપ્રાય દર્શાવતા હતા. એકંદરે તે વખતનું મુંબઈનું વાતાવરણ ઉકળાટ ભરેલું હતું. તે સમયે શ્રી મોહનલાલજી મહારાજ મુંબઈમાં હતા.
શ્રી આત્મારામજી મહારાજને જ્યારે આવા ઉગ્ર વાતાવરણની ખબર પડી ત્યારે તેમણે મુંબઈના સંઘના આગેવાનોને કહેવરાવ્યું કે શ્રી મેહનલાલજી મહારાજ આ વિષે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org