________________
શ્રી આત્મારામજી મહારાજ અને
શ્રી મેાહનલાલજી મહારાજ
લેખક : સ્વ૦ પન્યાસપ્રવર શ્રી રિદ્ધિમુનિજી મહારાજ,
આજથી લગભગ અર્ધી સદી પૂર્વે જૈનશાસનમાં એ મહાપુરુષા પાતપેાતાની લાક્ષણિક ઢબે શાસનની ઉન્નતિના ધ્વજને ઊંચે ને ઊંચે ફરકાવી રહ્યા હતા. બન્ને એક જ શાસનના સમકાલીન મહાપુરુષો હતા. તેમના પુણ્યશ્ર્લાક નામેાથી જૈનસમાજમાં ભાગ્યે જ કાઇ અપરિચિત હશે. તે મહાપુરુષા તે અન્ય કાઇ નહીં પણ શ્રીમદ્ આત્મારામજી મહારાજ સાહેબ અને શ્રીમાન્ માહનલાલજી મહારાજ,
મહાન પુરુષોની મહત્તા તેમની સરળતામાં અને અન્યને મેટા બનાવવામાં હોય છે. તેઓ કદી પણ ગચ્છ-મતના ક્ષુદ્ર ઝગડાઓમાં ખેચાતા નથી. શ્રી આત્મારામજી મહારાજ અને શ્રી મેહનલાલજી મહારાજ વચ્ચે એવા જ સુંદર અને અસ્ખલિત પ્રેમભાવ હતા, તે દર્શાવનારા અનેક પ્રસંગેા બનેલા છે. પરંતુ અહીં તે। જે પ્રસંગેા નજરે જોવાયેલ છે. તેને જ ઉલ્લેખ કરેલ છે. આશા છે કે જૈનસમાજ આ પુણ્યસ‘ભારણાં વાંચીને પેાતાના યથાર્થ કવ્યપંથે પડે. અસ્તુ !
આત્મારામજી મહારાજ સુરતમાં ચામાસું રહ્યા હતા. ચાતુર્માંસ પૂર્ણ થયા ખાદ મહારાજશ્રીએ વિહારની તૈયારી કરી ત્યારે ત્યાંના સંઘના આગેવાનાએ શ્રી આત્મારામજી મહારાજને પૂછ્યું:—“ સાહેબ ! આપ તે પધારે છે. પરંતુ આપના જેવા બીજા કાઈ મહાન પુરુષ વમાનમાં વિદ્યમાન છે ખરા કે જેને અમે અમારા આંગણે લાવીને શાસનની પ્રભાવના કરીએ....”
જવાખમાં મહારાજશ્રીએ કીધું:—“ શ્રીમાન્ મેાહનલાલજી મહારાજ નામના એક મહાપુરુષ અત્યારે મારવાડની ભૂમિમાં વિચરે છે, તેમને જોશે તે મને પણ ભૂલી જશે. અર્થાત્ તેઓ પણ મહાન વિદ્વાન્ અને જિનશાસનના ઉદ્યોત કરનાર છે.”
આ પ્રમાણે શ્રી મેાહનલાલજી મહારાજની ગેરહાજરીમાં શ્રી આત્મારામજી મહારાજે મેહનલાલજીની કીર્તિરૂપ સુગધને ફેલાવી. ત્યારબાદ તુરતમાં જ સુરતના સંઘે શીરાહીના દીવાન શ્રી મેળાપચ`દભાઇ કે જેએ સુરતના વતની હતા, તેમને પૂછાવ્યું કે શ્રી મેાહનલાલજી મહારાજ હાલમાં કચાં છે? જવાખમાં મહારાજશ્રી શીરાહીમાં છે એવા ખખર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org