________________
ચિરતન સ્મૃતિ
૩
માજીસાહેબે તરત જ તે દેરાસરના ટ્રસ્ટીઓને આ બધી વાત કરી. પેાતે એ પ્રતિમા મુંબઇ લઇ જવા માંગે છેને આ પ્રતિમા પાછળના સ્વપ્ત ઇતિહાસ તેમજ મુનિશ્રીના આદે શની વાત કરી, ટ્રસ્ટીઓએ બધી વાત સમજીને તે પ્રતિમા લઇ જવાની સ'મતિ આપી.
અને ૧૯૬૦ ના માગશર સુદ છઠ ના રાજ મુનિશ્રીએ આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા વાલકેશ્વરના દેરાસરમાં કરાવી. આ દેરાસર માટે માજીસાહેબે રૂા. ૨૫૦૦૦) ની રકમ જુદી કાઢી, આ સાથે જ દેરાસરની બાજુમાં એક ઉપાશ્રય પણ બાંધવામાં આવ્યા.
૧૯૬૦ ની સાલ આમ મુનિશ્રીના વચનસિદ્ધિના પ્રસંગ માટે યાદ રહેશે. ૧૯૬૧નું ચાતુર્માસ પણ મુનિશ્રીએ મુંબઈમાં જ કર્યું હતું.
આ ચાતુર્માસમાં અમ્બે ઉપધાન સમારેાહ ઉજવવામાં આવ્યા. પહેલાં ઉપધાન શ્રી દેવકરણ મૂળજીના સુપુત્રી શ્રી જીવીબેને (વિજીયાખહેને ) કરાવ્યાં, આ ઉપધાન સમારાહ માધવબાગ, ભૂલેશ્વરમાં ઉજવવામાં આવ્યા. ત્યારપછીના ઉપધાન વાલકેશ્વરમાં થયાં. આ સમારાહનું પુણ્યખર્ચ ખાજી પન્નાલાલ પૂરચંદે ઉપાડી લીધું હતું. આમ સંવત ૧૯૬૧ની સાલ તપની પવિત્ર હવાથી પાવન અની ગઈ ! !
Jain Education International
કલ્પના
Vores
For Personal & Private Use Only
www.jainelibrary.org