________________
સંઘર્ષ અને
સમાધાભ
[ ૧૬ ]
આજથી
લગભગ અરધા સૈકા ઉપર મુંબઇનું લેાકમાનસ આજના જેવું ઉદાર ને વિશાળ ન હતું. ત્યારે તે મુંબઇ વિચારોમાં ઘણું જ પછાત હતું. આજના પ્રગતિવાદી વિચારો ને આચારા તે હજી ત્યારે નહિંવત્ હતા. તેમાંય જૈનત્વ વિષે તે મુંબઇને ઘણા જ ઉંધા ને ખાટા ખ્યાલ હતા. જૈનેતા જૈનોને જનુસ કે જન્નસના વારસદાર માનતા હતા. જૈનોની મહાન ને પવિત્ર એવી તીભૂમિ પાલીતાણાને તેઓ પેલેસ્ટાઇન સમજતા હતા. કોઇ વળી જૈનધર્મને બૌદ્ધધર્મની જ શાખા સમજતું હતું. આમ અનેક ભ્રામક અને જુઠ્ઠી માન્યતાએ જૈનેતરોમાં ફેલાયેલી હતી, આ અંગે વ્યવસ્થિત પ્રચારકાની જરૂરીયાત સૌને સમજાતી હતી, છતાંય તે અંગે કશું નહેાતું થતું.
સન ૧૮૮૩ માં ચિકાગા ( અમેરિકા ) વિશ્વધર્મ પરિષદ Parliament of Religious આકાર લઇ રહી હતી. દુનિયાના દરેક ધર્મના અગ્રણીઓ ત્યાં ભેગા મળવાના હતા. અને પેાતાના ધર્મની વાત કરવાના હતા. ભારતમાંથી તે માટે વેદાંત ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામિ વિવેકાનંદ ગયા હતા. જૈનધર્મને પણ તે પરિષદમાં ભાગ લેવા આમત્રણ મળ્યું હતું, અને એ પરિષદના કાર્યવાહકોએ પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ પર પત્ર પણ લખ્યા હતા. આચાર્યશ્રીએ તેના પર ખૂબ જ ગંભીર ને પુખ્ત વિચાર કર્યો અને તેમ કરવું ઘણું જરૂરી પણ હતું.
કારણુ સન ૧૮૫૭ ની સ્વાતંત્ર્ય ક્રાંતિ પછી ભારતીય રાજપદ્ધતિ પટ્ટો લઇ રહી હતી, અને તેને લઇને ધર્મ, શિક્ષણ, સાહિત્ય, વ્યાપાર, ઉદ્યોગ જેવાં અનેક ક્ષેત્રમાં પરિવર્તન થઇ રહ્યું હતું. આચાર્યશ્રીએ જમાનાની હાકલ ઝીલી લીધી, અને પરિષદમાં ભાગ લેવા માટે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી (ખાર–એટ–લા ) ને જૈનધર્મના પ્રતિનિધિ તરીકે માકલી આપ્યા.
અને શ્રી ગાંધીએ ત્યાં એટલું સુંદર કામ કરી બતાવ્યું કે પશ્ચિમના લોકોની આંખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org