________________
યોગી અને યુગ
સં. ૧૯૪૭ માં આપણું ચરિત્રનાયકના અહિં પ્રથમ પુનિત ચરણ પડ્યા અને તે પછી મુંબઈએ તેની ધાર્મિકતામાં કદીયે ઓટ આવતી નથી જોઈ.
સં. ૧૫૧-પર ની સાલ તે તેનાં અનેક ધર્મકાર્યોથી અમર બની ગઈ.
લાલબાગ ઉપાશ્રયની ખખડી ગયેલી ઈમારત પુનઃ નવજીવન માંગતી હતી. આ અંગે ચરિત્રનાયક મુનિશ્રીને ઉપદેશ થતાં મુર્શિદાબાદનિવાસી રાયબહાદૂર શ્રી બુદ્ધિસિંહજી દુધેડિયા તરફથી રૂા. ૨૦,૦૦૦) ના ખર્ચે લાલબાગ ઉપાશ્રયને જીર્ણોદ્ધાર થયો અને તેનું રૂા. ૯૦૦૦)નું દેવું પણ ભરપાઈ કરવામાં આવ્યું.
ધર્મશાળા થઈ, ઉપાશ્રય થયે. પણ હજી એક વસ્તુ ખૂટતી હતી. ભૂલેશ્વરના એટલા વિસ્તૃત એરિયામાં નજીકમાં કઈ દહેરાસર નહિ. મુનિશ્રીને આદેશ શું? ભાવના થઈ કે કાર્ય થયું જ સમજે. અને એ જ લાલબાગ ઉપાશ્રયના નીચેના ભાગમાં એક ભવ્ય ગૃહજિનાલય તૈયાર થયું.
આજે તે લાલબાગ પાસે બે-બે જિનમંદિરે છે, ઉપાશ્રય છે, ધર્મશાળા છે, લાઈબ્રેરી છે. આમ બધું જ છે, બધી રીતે સમૃદ્ધ છે, અને થતું જાય છે.
ધર્મકાર્યો ત્યારે એટલાં બધાં ને એવી શાનદાર રીતે થતાં હતાં કે મુંબઈ માટેના જુના ખ્યાલે હવે જુના થવા લાગ્યા. મુનિશ્રીએ પણ પિતાના અણીશુદ્ધ, વિશુદ્ધ ચારિત્ર્યથી સાબિત કરી બતાવ્યું કે ના, મુંબઈમાં ધર્મ રસાતળ નથી જતે, સાધુતા ત્યાં નષ્ટભ્રષ્ટ નથી થતી.
ખરેખર, મુનિશ્રીના પાવન પગલાં મુંબઈમાં થયાં ને મુંબઈના ભાગ્ય ઉઘડી ગયાં. સં. ૧૯૪૭ માં મુંબઈનાં દ્વાર ખૂલ્યાં તે ખૂલ્યાં. અને આજે તે અનેક મુનિપુંગવે મુંબઈ પધારી ધર્મ–ઉઘાત કરી રહ્યા છે. તેનું શ્રેય આમ એ ચરિત્રનાયકના ફાળે જ જાય છે.
સાચે જ સંતનો એક જ સ્પર્શ શલ્યાને અહલ્યા બનાવી દે છે. પારસને થોડોક જ સંસર્ગ પિલાદને સુવર્ણમાં ફેરવી દે છે. મુંબઈ પણ એક વખતનું શલ્ય જ હતું ને ? સંત મુનિ મેહનને પાદ–સ્પર્શ થયે ને એ જ મુંબઈ અલબેલી મટી ધર્મનગરી બની ગઈ...
૧. ગતવર્ષમાં પૂ. આ. ધર્મસૂરિજી મ. ના ઉપદેશથી ધર્મશાળાનું ખાતમૂ દૂત થયું. અને તેની સાથે “ શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી’ નું નવું મકાન પણ તૈયાર થનાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org