________________
સમય પારખુ સંત
૩૯ સંઘે જ્યારે આ મુંઝવણ મુનિશ્રીને, કીધી ત્યારે મુનિશ્રી આછું મલપતું હસ્યા અને એ વાતથી ન તે એ દુઃખી થયા કે ન તે એ ઉકળી ઉઠ્યા. ઘણું જ સ્વસ્થતાથી તેમણે આ વિષે પિતાને અભિપ્રાય કહ્યો –
મહાનુભાવ! હું આપની મુંઝવણ સમજું છું અને તમે એ અનુભવે એ પણ ઠીક છે. પરંતુ મારું તે પહેલાથી જ એ ધ્યેય રહ્યું છે કે કોઈપણ રીતે સર્વનું કલ્યાણ થાય, અને એમ કરવામાં જે કઈ વિજ્ઞ નડતું હોય તે તેને દૂર કરવાનું હું મારું કર્તવ્ય સમજું છું. અને ભાઈઓ ! ગચ્છ અને સામાચારી તે બાહ્ય પ્રતિક છે અને જ્યારે આપણે તેના મૂળમાં ઉંડા ઉતરીને તપાસશું તે સમજાશે કે આ બહારના ભેદનું કશું જ મૂલ્ય નથી. વયહાર પણ નિશ્ચય માટે છે. જ્યારે કેઈ આત્મદષ્ટિ ગુમાવીને માત્ર ઉપલક અને છીછરી નજરથી જ જોઈને આ વસ્તુને સ્વીકાર કરે તે તેના હાથમાં કઈ જ આવતું નથી.
અને એ તે ઉઘાડી વાત છે કે દ્રવ્ય અને પર્યાય, સભ્યતા અને સંસ્કૃતિ એ બધાં એવાં તે સાપેક્ષ છે કે એક-બીજા વિના કેઈનું અસ્તિત્વ જ ન રહે. પિતાની સાથે બીજાનું પણ કલ્યાણ થાય અને તેમ કરવાવાળાને સાથ આપે અને તેવી પ્રવૃત્તિ માટે સક્રિય બનવું એ વિચારધારાને હું મારી સંસ્કૃતિ માનું છું. અને જે બાહ્ય સભ્યતા–ક્રિયાકાંડની પ્રણાલિકાસંસ્કૃતિની સાથે મેળ ખાતી હોય તે એ ઉપાદેય છે, ગ્રાહ્ય છે એમ પણ હું માનું છું.
બીજું, આપણે માની લીધેલા અને સ્વીકાર કરેલા ગચ્છ કે ફિરકામાં જ શ્રમણત્વ સમાઈ જતું નથી. શ્રમણત્વ એ કંઈ એ કોઈ એકાદ ગચ્છ કે ફિરકા એકલાને જ હક્ક નથી.
યતિધર્મનું પાલન, સાધુના સત્તાવીસ ગુણનું જીવનમાં અચલન આ બધું શ્રમણજીવન માટે અનિવાર્ય છે. આ જે સંસ્કૃતિ ભૂલી જશે તે સંસ્કૃતિ સંસ્કૃતિ નહિ રહે અને એ વિકૃતિ બની જશે. હું પોતે કઈ એવા અંધ આગ્રહમાં માનતો નથી. શાસ્ત્રજ્ઞા પણ એમ જ કહે છે –
तम्हा सव्वाणुना सबनिसेहो य पवयणे नत्थि ।
आयं वयं तुलेज्जा लाहाकंखिव्व वाणियओ ॥ “નફો અને નુકશાન સમજીને જ કઈ પણ કાર્ય કરવું જોઈએ. આ વાતમાં પણ આ વસ્તુ ધ્યાનમાં રાખી તેને નિર્ણય કરે જઈએ...”
સંઘ તે મુનિશ્રીની આ ઉદારતા ને વિશાળતા જોઈ મેંમાં આંગળા જ નાંખી ગયે. અને મુનિશ્રીએ એક સવારે વ્યાખ્યાનમાં જાહેર કર્યું કે–“સામાચારી માટે મારે કઈ જ એકાંગી આગ્રહ નથી.”
સંઘે તેમની આ દરિયાવદીલીને વધાવી લીધી અને એ તે આજે પણ જોઈ શકાય છે કે પૂ. મહારાજશ્રીના હાથે ગુજરાત ક્ષેત્રે અને તેમાં પણ સુરત-મુંબઈમાં શાસનેન્નતિનાં જે યશસ્વી કાર્ય થયાં છે, તેને યશ આ ઘટનાને ફાળે જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org