SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી મેહનલાલજી અધ શતાબ્દી ગ્રંથ ગુણના પક્ષપાતી છીએ, તેના રાગી ને પૂજારી છીએ તે આ સિદ્ધાંતનેાળા: વૃત્તાસ્થાને ઝુનિપુન ૨ હિન ન ૨ વચઃ——સ્વીકાર કરવા જ રહ્યો. જૈનશાસન આ સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવે છે અને એ તે હકિકત છે કે વ્યક્તિનું મહત્ત્વ તેના ગુણાને જ આભારી છે. ગુણ ને ગુણી અને અવિભાજ્ય છે—અવિનાભાવી છે. ગુણુ જતાં ગુણીની પૂજા જડ ખની જાય છે. કચારેક વ્યક્તિ માટે એથી વિખવાદ જાગે છે અને ખરેખર એ કમનસીખી છે કે હવે, માનવમાત્ર દૃષ્ટિરાગી બનતા જાય છે ને તેનું અંતિમ “દિવસ્તુ પાપીયાન્ તુ છે: સતામપિ” માં પરિણમે છે. દૃષ્ટિરાગની પકડ એ નાગચૂડ જેવી છે. ગુષ્ટિના ગારુડી મંત્ર જો ન મળે તે એ નાગચૂડ કારેક માનવીને ખતમ કરી નાંખે છે. સદ્ભાગ્યે પાટણને સંઘ આવા એકલા દૃષ્ટિરાગથી દૂર હતા. ઉચ્છ્વાસ, ભક્તિ, કર્તવ્ય ને ભાવના સંઘમાં ખૂબ જ હતાં. સંઘે એ બધાથી મુનિશ્રીનુ સ્વાગત કર્યુ. સંઘ સાથે મુનિશ્રી પ્રથમ પ`ચાસરા શ્રી પાર્શ્વનાથજીના દર્શાનાર્થે ગયા. ત્યાંથી આવી સાગરગચ્છના ઉપાશ્રયે ઉતર્યાં. મુનિશ્રીનેા ત્યારે તે ખૂબ જ વિકાસ થયા હતા. તેમનુ તેજસ્વી વદન ને તે પર રમતી નિર્દોષતા ને નિખાલસતાની સરળ રેખાએ જોનારને ખરેખર નમન કરાવે તેવી હતી. ત્યારે તે તેમના જીવનમાં બહુ ખૂબ જ સહજપણે મૈત્રી, પ્રમાદ, કારુણ્ય ને માધ્યસ્થની ભાવના વણાઇ ગઇ હતી. પરંતુ સૌથી વધુ તે ધ્યાન ખેંચે તેવી તેમની સહિષ્ણુતા હતી. રાગ–દ્વેષના પ્રસંગેામાં રહેલી તેમની નિલેપતા હતી. તેમના વચનામાંથી એક જ સૂર નીકળતા હતાઃ—‘ ઋષાચમુત્તિ: જિજી મુર્ત્તિરેલ । ’ પાટણને આવી વિભૂતિ પહેલી જ મળી હતી. સંઘ તે તેમની વિચાર, વાણી અને વનની ત્રિપુટીના એકરસથી ખૂશ ખૂશ થઇ ગયા. પહેલાં જો કે તેમણે મુનિશ્રી વિષે માત્ર સાંભળ્યું જ હતું, પણ આ નજરે જોઈને તે સંઘ તેમની પાછળ ગાંડા જ થઇ ગયા ! દીક્ષા પછીનું એ પ્રથમ આગમન હતું. પાટણના સંઘ માટે તે એ નવીન જ હતા. પરંતુ સંઘ અને તેમની વચ્ચેને વ્યવહાર એ સાબીત કરતા હતા કે ‘વિદ્યાર્ન્ સર્વત્ર પૂછ્યતે ’ તે છેજ પણ તેથી યે વિશેષ તે ‘સંચમી સર્વત્ર પૂછ્યતે’છે. જો કે મુનિશ્રી તે। વિહાર કરતા કરતા જ આવ્યા હતા ને હજુ આગળ, વધુ આગળ વિહાર કરવાના હતા. પરંતુ સંઘ એ નહાતા ઇચ્છતા કે મુનિશ્રી પાટણમાં એક ચામાસું કર્યા વિના જાય. આથી સંઘે મુનિશ્રીને ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતિ કરી, અને એ વિનતિને સ્વીકાર કરાવીને જ શાંતિને શ્વાસ ઘૂટ્યો. સ’. ૧૯૪૧ નું ચામાસું મુનિશ્રીએ આમ પાટણ સાગરગચ્છના ઉપાશ્રયે કર્યું. આ ચાર માસમાં સંઘે તેમને ખૂબ ખૂબ લાભ લીધા. છતાંય સંઘનું દિલ માનતું ન હતું. તેને તે એમ જ લાગતું હતું કે આ દિવ્યાત્મા વિભૂતિના આપણે ખરાખર લાભ ઉઠાવી શકતા નથી. કારણ મુનિશ્રી સઘની સામાચારીથી જુદા હતા. આમેય ગુજરાતમાં તપાગચ્છની ખેલખેલા હતી ને ઠેક ઠેકાણે તેની જ વિશેષતા હતી. પાટણ પણ તેમાંથી ખાકાત ન હતું. તપાગચ્છમાં એ પૂર્ણ આસ્થા ધરાવતુ' હતું. જ્યારે મુનિશ્રીની સામાચારી ખરતરગચ્છની હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy