________________
તીર્થ' ફલતિ કાલેન, સઘ; સાધુસમાગમ ’
૩૩
ચરિત્રનાયક ત્યાં નહિ હતા. સાંજનું પ્રતિક્રમણ શ્રી આત્મારામજી મ. ની નિશ્રામાં થયું. પ્રતિક્રમણની પૂર્ણાહુતિ પછી બધા જય એાલ્યા ત્યારે એ-‘ જય ખાલેા શ્રી મુનિ માહનલાલજી ક્રી ' એમ ખેલી ઉઠ્યા હતા. આ જયથી શ્રી આત્મારામજી મહારાજને આશ્ચય થયું. કારણ જેમની નિશ્રામાં પ્રતિક્રમણ થાય તેમની સ્વાભાવિક રીતે જય ખેલાય છે. આ અંગે જ્યારે ખુલાસા થયા ત્યારે સંઘે કીધું:—
महाराज साहब ! आपका कहना ठीक है किंतु जिस महापुरुषने हमें मार्गदर्शन कराया सुनका ऋण हम कैसे भूल सकते हैं ?
આ ઉત્તર સ્પષ્ટ છતાં વિવેકપૂર્ણ હતા. શ્રી આત્મારામજી મહારાજને આ જવાબથી કઈ અજુગતું કે સ્વમાનભંગ ન લાગ્યા. ઉદાર, દરીયાવ દિલના મહારાજે તે પછી જવાબ આપ્ય તેનેા સાર લઈ આજના તબક્કે જીવનમાં ઉતારવાની પૂરેપૂરી જરૂર છે. શ્રી આત્મારામજી મહારાજના કથનના સાર આ પ્રમાણે હતેાઃ—“ કૃતજ્ઞતા એ ઉત્તમમાં ઉત્તમ ગુણ છે. જો માણસ એ ભૂલી જાય તેા પછી એના જીવનમાં બાકી શું રહ્યું ? “ તન્નત્ય જ્ઞાતિ નિવૃત્તિ: ” તમારા અધામાં આ ગુણુ જોઇને હું ખરેખર ખૂબ જ ખૂશ થયા છેં. ”
આ સવાદ ખૂબ જ અસરકારક હતા. સીરાહીની પ્રજા જેમ મુનિશ્રી મેાહનલાલજીને નથી ભુલી શકી તેમ શ્રી આત્મારામજી મહારાજને પણ નથી ભુલી શકી. આ બંને મહાપુરુષા આજે આપણી સામે નથી તે પણ એમની યશેાગાથાને સાંભળવા તેા સૌ કાઇ વ્યક્તિ એટલી જ ઉત્સુક છે જેટલી કાઇ વ્યક્તિ પેાતાના ઉપકારી વડીલ કે સ્વજનને ભેટવા આતુર હાય !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org