SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ એ જ એક બીજો પ્રસંગ છે. સીરેહી પરગણુમાં આવેલું રેહડા ગામ ત્યારે બ્રાહ્મના વર્ચસ્વ હેઠળ હતું. સીરેહી દરબારે આ ગામ ભૂદેવને ભેટ કરેલું. આથી એ વર્ગથી વિરુદ્ધ જઈ ત્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય કરાવવું એ જૈનો માટે મુશ્કેલ હતું. જેનો અને બ્રાહ્મણે વચ્ચે વરસેથી વૈમનસ્ય ચાલ્યું આવે છે. વિક્રમની ૧૪મી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણની રાજધાની દેવગીરી (દૌલતાબાદ) માં દહેરાસર ઊભું કરવા સારું જેન મંત્રી પેથડશાને ઘણું જ મુશીબતેને સામને કરે પડેલે, એ ઐતિહાસિક ઘટના સર્વવિદિત છે. અહીં પણ એવી જ વિટંબણાઓમાંથી પસાર થવાનું હતું. રહીડા ગામમાં એકાદ જિનમંદિર હોવું જોઈએ એવું ત્યાંના સંઘને ઘણા વખતથી લાગતું હતું, પણ ત્યાંની હવામાં એ ઈચ્છા બર આવે તેમ ન હતી. સીહીના ચાતુર્માસ બાદ મુનિશ્રી મોહનલાલજી રેહીડા પધાર્યા ત્યારે સંઘે તેમને આ વાત કરી. મુનિશ્રીના આગમન પછી વાતાવરણમાં કંઈક કાયાપલટના એંધાણ વર્તાવા લાગ્યા. એથી આશા બંધાઈ. મુનિશ્રીએ પણ એ ભાવના પૂરી કરાવવાની ખાત્રી આપી. આથી સંઘ તે રાજીના રેડ થઈ ગયે. મુનિશ્રીના નિઃસ્વાર્થ ગુણની પરાગ સીરેહીનરેશના હૃદયભ્રમરને આકર્ષતી તે હતી જ, અને એને લીધે મહારાજાને અવારનવાર મુનિશ્રીના દર્શનનો લાભ મળ્યા કરતે હતે. મુનિશ્રીએ મહારાજાને બધી વાત સમજાવી અને જ્યારે મહારાજાએ જાણ્યું કે આ કાર્ય માત્ર બ્રાહ્મણના વિદ્મસંતેષને લઈને જ અટકી રહ્યું છે ત્યારે તેમનું ધર્મઝનૂન ઉકળી ઊઠયું. તેઓ મને મન અસહિષ્ણુ વર્ગ સામે ઝઝુમી ઊઠ્યા. એ અન્યાય ને દમન જેવા એ તૈયાર ન હતા, તેમણે મુનિશ્રીને નમ્રભાવે કીધું –“ગુરુદેવ ! આપ એ માટે જરાય ચિંતા ન કરશે. એ કામ જરૂર થઈ જશે, અને એ માટે હું મારી જગા આપને અર્પણ કરું છું.” અને માનશે? જ્યાં એક નાનું સરખું મંદિર ઊભું કરવાની મુશ્કેલી હતી ત્યાં આજે ત્રણ ત્રણ ગગનચુંબી જિનાલયે ઊભાં છે. આ ભવ્ય ને ઉદાત્ત ભાવનાની અસર બહુ દૂર દૂર સુધી પડી. બ્રાહ્મણે એથી જૈનોના વિષી મટી પ્રશંસક બન્યા. આ પછી બ્રાહ્મણવાડામાં (બામણવાડાતીર્થ ) આવેલું પ્રાચીન જૈનમંદિર કે જે જૈન સંઘની માલિકીનું ગણાય છતાંય તે બીજાના હાથમાં હતું. વિશેષતઃ બ્રાહ્મણે જ ત્યાં વસત હોઈ તે ગામનું નામ પણ “બ્રાહ્મણવાડા” ( આજનું બામણવાડાતીર્થ ) તરીકે પ્રસિહ પામેલું છે. સૌભાગ્યે સત્તાની એ સાઠમારી વધુ સમય ન ટકી. સીહીનરેશે તુરત જ એ ગામ પણ સંઘને અર્પણ કરી જિનમંદિરની સંપૂર્ણ વ્યવસ્થા સ્થાનિક શ્રીસંઘને સુપ્રત કરી. રાજસ્થાનની એ ભૂમિ આવા તેજોમય આત્માથી ચમકી ઉઠી, ત્યાંની પ્રજા હજી પણ તેમને કૃતજ્ઞભાવે યાદ કરે છે. ત્યારની જ આ વાત છે. વિહારમાં શ્રીમદ્ આત્મારામજી સહી પધારેલા ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy