________________
સંસ્થા સ્થાચી રૂપ લે છે
સમય ચાલ્યા અને મકાનની માલિકી સ્ટેટની નિશ્ચિત થતાં બિલ્ડીંગ ખાલી કરવા સરકારી હુકમ છૂટયો. સ્થાને માથે એક નવી મુંઝવણુ આવી પડી. ૬૦ થી ૭૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવું મકાન જલદી મળવાની કાઈ સ’ભાવના નહેાતી !
મુંઝવણુમાંથી માર્ગ કાઢવાને ટેવાયેલા મુનિજી ક્રીથી મેજર સ્ટ્રોંગની મુલાકાતે ઉપડયા. મેજર સ્ટ્રોંગ પાલીતાણાસ્ટેટના હવામહેલમાં હતા. મુનિજીને જોતાં જ તેમણે પ્રશ્ન કર્યાં:
· આપનું કેમ પધારવું થયું ?’
· એર્ડિંગના બધા વિદ્યાર્થીઓને આપના બંગલે મુકવાના છે.' મુનિજીએ જવાબ વાળ્યેા.
• એમ કેમ ? ’મેજરને મુનિજીના જવાખમાં કંઈ ઊડા અથ લાગ્યા.
• આસમાન બિલ્ડીંગ ખાલી કરવાના સંસ્થાને હુકમ મળ્યા છે. હવે સંસ્થાના ૬૦-૭૦ વિદ્યાર્થીઓને મારે કાં રાખવા ? તમારા સિવાય મારા કાઈ ભક્ત પાસે એટલી નથી. એટલે આ હવામહેલ માટે વિચાર કર્યાં છે.'
સગવડ
મેજર સ્ટ્રોંગને બધી પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી. એણે નમ્રતા સાથે કહ્યું : ‘હવામહેલ સેવામાં તૈયાર છે. ખાકી સંસ્થા માટે પસંદ થાય તે જમીન અપાવવા હું તૈયાર છું અને તેટલા સમય સુધી એસમાન બિલ્ડીંગ આપની સેવામાં જ રહેશે.’ નિઃસ્વાર્થ મૂર્તિ મુનિજી જે જોઈતું હતું તે મેળવી પાછા ફર્યાં. નિઃસ્વાર્થતાને કઈ સિદ્ધિ અપ્રાપ્ય છે !
સસ્થાના પ્રમુખ શ્રી લક્ષ્મીચ`દજી વેદ અને સંસ્થાના સુપ્રી૰ શ્રી હષઁચંદ્ર ભૂરાભાઈ (આજના ઈતિહાસપ્રેમી શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી) પાઠશાળા માટે ક્યાં જમીન લેવી તે વિચારવા લાગ્યા. આખરે સ્ટેશનની સામે જ, છુટી કુદરતમાં શહેરની ધમાલથી નિવૃત્ત સ્થળ પસંદ કરવામાં આવ્યું. જમીનના ભાવ-અને તેમાં પણ જૈનો માટે તે ખાસકરીને વધુ ભારે હતા.
199
Jain Education International
For Personal & Private Use Only
•TUF
www.jainelibrary.org