________________
જ લ » લ ય. દેરડાના જાડા બંધ હતા. એ છોડી લેવરાવી થોડીવારમાં મોટીઇન્દ્ર દોરડું બનાવી એક છેડો ઓસમાન બિલ્ડીંગના થાંભલા સાથે અને બીજો સામે સરકારી દવાખાનાના થાંભલા સાથે બાં. આ દેરડાના સહારે સ્થિર રહી તણાતા જીવેને બચાવવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. થોડે થોડે છેટે સી ગોઠવાઈ ગયા. પ્રવાહમાં તણાતા પ્રાણીઓને પ્રથમ દેરડાના આધારે અટકાવી લેવાય ને પછી ધીરે ધીરે મકાન ઉપર લઈ જવાય.
ઉપરથી વરસાદ ઝીંકાયે જાય, નીચેથી પાણીનાં પૂર ગજારવ કરે, ઉપર અંધારી રાતનું આકાશ કાજળ વેરે. કેવળ એક જ દોરડાને આધાર જરા ચૂકાય કે નીચે જળરાક્ષસ પિતાના પેટાળમાં સમાવી દેવા તૈયાર જ હોય. છતાં સીના
એકધારા ઉત્સાહથી કામ નિર્વિદને ચાલુ જ રહ્યું. આ ભગીરથ કામ ત્રણ કલાક પહોંચ્યું. પછીથી તે પાણીનું પૂર ઓસર્યું.
આ વખત દરમ્યાન નગ્ન અને અર્ધનગ્ન દશાવાળાં ૩૫૦ થી ૪૦૦ માણસને અને ઘણું પશુઓને પૂરમાંથી ઉગારી લેવામાં આવ્યાં હતાં. દયામૂતિ મુનિરાજ કેટલીકવાર આ પ્રસંગની વાત નીકળતી, ત્યારે ખૂબ જ સ્નેહાર્દ શબ્દોમાં કહેતા કે, “એ બધું તે ખરું પણ એક બિચારું કુમળું બાળ ખૂબ મહેનત કર્યા છતાં નહોતું બચાવી શકાયું અને જોત જોતામાં તે એ બિચારું પાણીના પેટાળમાં ગર્ણ થઈ ગયું હતું.' આટલા શબ્દો કહેતાં એમનાં નેત્રોના ખુણા ભીના બનતા. ખરેખર ભવભૂતિએ ઠીક જ કહ્યું છે કે, ક્તવ્યમાં વજાથીય કઠોર હૃદયવાળા મહાપુરુષનાં હૃદય પુપથી પણ કોમળ હોય છે.
આટલા પ્રાણુ સમુદાયને કેવળ બચાવવા માત્રથી મુનિજીનું કામ નહોતું સયું. રાતને પવન ઠંડાગાર બન્યું હતું. ગરમી લાવવાના ઉપચાર કરવાના હતા. ઘાયલ થએલાઓની કે બેભાન થએલાઓની માવજત કરવાની હતી.
તે પણ શરૂ થઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકે એકી પગે ખડા હતા. પાઠશાળા વસ્ત્રભંડાર ખાલી કર્યો ને બધાને વસ્ત્ર,
- ૭
----
નાના મકાનના
છે
-
-
-
-
-
= -= Jain Education International
-
-
-
-
-
-
-
- For Personal & Private Use Only
- www.jainelibrary.org