________________
-
-
-
-
-
શ્રી ચારિત્ર વિજય મુનિની દષ્ટિ સમક્ષ એક વખતના જેનેની ઉદારતાને નમુને તરવરતે હતા. પિતાના ગામમાં આવેલા નવા જૈનને સૌ એક એક મુદ્રા આપતા, ઘર આપતા ને બંધ કરાવતા. એક પણ જૈન ભીખ માગે એ લાંછન મનાતું. આજ એ જ મહાવીર પિતાના પુત્રની આ દશા ! એ જે બચ્ચો તળાટીના લાડવા પર ગૂજરાન ચલાવતો ને ભીખ માગી જે પાઈપૈસો મળે તેનાથી બચ્ચાંનું પોષણ કરતો. મુનિજી એ કચ્છીને મળ્યા. એની આંખમાંથી દુઃખના પ્રત્યે બધું જળ શેષી લીધું હતું. રહી'તી કેવલ રક્તની લાલાશ. આંખમાં એ ઉભરાતી હતી. તેણે કહ્યું :
“મહારાજ ! દુકાળમાં ખાવા ધાન ન મળ્યું ત્યારે બધું વેચીને ખાધું. એ પણ ખૂટ્યું. ભૂખમરામાં પત્ની મરી ગઈ. ટળવળતાં બે બાળકોને મારા સિવાય કઈ આશા ન રહે. મહારાજ ! આ જીવન હવે તે કરડી ખાય છે. અયાચક હાથે યાચવું પડે છે. આપઘાતના તો ઘણા મનસુબા ઉપડે છે, પણ આ બાળકની મમતા રોકી રાખે છે.”
ક્યાં જૈનેની ગગનચુમ્બી મહેલાતો ને ક્યાં ઝુંપડીઓના પણ સાંસા ! સ્વધર્મી વાત્સલ્યની ભાવના ક્યાં ગઈ? આર્ય સમાજ અને ક્રિશ્ચિયનને ત્યાં પરમને પણ પ્રેમથી આશ્રય મળે; જ્યારે જેને ત્યાં સ્વધર્મને પણ સ્થાન નહિ? મુનિજીના પ્રેમાળ હૃદયમાં વધુ ને વધુ ચીરા પડ્યા. તેઓ બંને બાળકોને લઈ સ્થાનિક આશ્રમમાં મૂકવા ગયા. ત્યાંથી હિમ જે ઠંડે જવાબ મળ્યો. મુનિજીની મુંઝવણ ઓર વધી.
પણ એ મુંઝવણમાંથી જ માર્ગ નીકળ્યો. મુનિજીને વિચાર થયો કે પાઠશાળા સાથે છાત્રાલય શા માટે ન સ્થાપવું? તેઓ વયેવૃદ્ધ શ્રી સિદ્ધિવિજયજી પાસે ગયા. પિતાની બધી વાત કહી સંભળાવી. તેઓએ મદદ અપાવવાનું વચન આપ્યું. વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ) ના દિવસે નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈના વંડામાં પાઠશાળા સાથે બોર્ડિગ પણ સ્થાપન
વિધા
તંતી
૩૯(
૮
ઉT
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org