________________
Fડે તો
:
ON
સત્યની આ ણા એ આપણે ખરેખર પરચો બતાવી આપો. મુનિ ચારિ૫ઝ વિજયજીનું નામ બારેમાં ચર્ચાસ્પદ ન થયું.
બીજે દિવસે મુનિજી પિતાના દાદાગુરુમહારાજ શ્રી કમલવિજયજી પંન્યાસ, દીપવિજયજી તથા અન્ય સાધુગણે સાથે યાત્રા કરવા ઉપર ચાલ્યા. આજના તોફાનની કેઈને સહેજ પણ કલ્પના નહોતી. યાત્રા કરી સૌ સગાળ કુંડ પર વિશ્રામ લેવા બેઠા હતા, એટલામાં ખબર આવી કે ૫૦ બારેટે હાથમાં લાકડીઓ લઈ દારુના ઘેનમાં ડુંગર પર આવી રહ્યા છે.
ડુંગર પર રક્ષા માટે રહેલા શ્રી આ૦ ક. ની પેઢીના સિપાઈઓ એટલા મોટા જૂથમાં નહોતા કે આ બારોટને રેકી શકે. એમણે દરવાજા બંધ કરી દીધા. ક્રોધથી ધમધમતા, દારુના નશામાં ઝુમતા બારોટો ઠેઠ આવી પહોંચ્યા ને તેઓએ ત્રાડ પાડીઃ “ક્યાં છે પેલો દીપવિજય! એને ખાખરો કરે છે.”
સિપાઈઓ સ્તબ્ધ બની ઊભા હતા. મુનિ ચારિત્રવિજયજીએ બારેટોના બહુ કોલાહલથી એક બારી ઉઘડાવી. તેમાં થઈ પ્રવેશદ્વાર વટાવી, નાને ચોક ને ચેડાં પગથિયાં ચઢી બારોટે સગાળ કુંડ પાસેના પગથિયા પર આવીને એલફેલ ભાષામાં બકવા લાગ્યા અને મુનિ દીપવિજયજીની શોધ કરવા લાગ્યા.
આપણા મુનિરાજ દાદાગુરુમહારાજ અને અન્ય સાધુ સમુદાય સાથે પાસે જ બેઠા હતા. એમણે કટોકટીની પળ પરખી. અત્યારે આમને સામને કરે તે કઈ દેખાતું નથી. અને વખતસર તેઓને સમજાવવામાં નહિ આવે તે જરુર અનર્થ થઈ પડશે. એમણે ગુરુજી પાસે આ બારેટને સમજાવવા જવાની આજ્ઞા માગી, અને પંન્યાસજીએ તે સમયની પરિસ્થિતિ પારખી હા પાડી. મુનિજી તરત જ પગથિયા પર આવી ઊભા રહ્યા ને બારેટના બે નાયકોને કહ્યું: “ભાઈઓ ! આ તીર્થ ક્ષેત્રમાં આવી વર્તણૂક ન શોભે !'
((JAIN);
Timily
s
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org