________________
તી થ યાત્રા આ
ONS
નિત્ય નવનવા ભાવે વૃદ્ધિ પામતા આમોલ્લાસ પૂર્વક મુનિજીએ ઘણી યાત્રાઓ કરી. આ પછી તેઓ વિહાર કરી છેાળા આવ્યા. સગી દીક્ષાનું પ્રથમ ચતુર્માસ વિ. સં. ૧૯૬૦ માં અહીં જ કર્યું.
પણ આ તીર્થયાત્રામાં મુનિજીના તીર્થ પ્રેમી હૃદયમાં એક વાતે ઘર ઘાલ્યું, તેને ઉલેખ અત્રે કરે જરુરી છે. પાલીતાણા ઈતિહાસ પાદલિપ્તાચાર્યના નામ અને કાળથી શરુ થાય છે. શત્રુંજય તીર્થ પ્રાચીન કાળથી જૈનેમાં શાશ્વતા તીર્થ તરીકે પૂજાતું આવ્યું છે. આ તીર્થને ઉદ્ધાર દરેક કાળે સમર્થ રાજાઓ અને સમર્થ શ્રીમતેએ કરાવ્યો છે. છેલ્લા ઉદ્ધારક તરીકે ઇતિહાસમાં કર્માશાહની નોંધ છે. કોઈ કાળે ગારીયાધારના ગેહલ ઠાકરેએ શત્રુંજયનું સંરક્ષણ કરવાની પિતાની ફરજ સમજી અને એ નિમિત્તે જૈને સાથે સંબંધને તંતુ જેડ્યો.
જૈનેને દયા–પ્રેમ અને તેનાથીય વધુ તીર્થ પ્રેમ જગજાહેર છે. તીર્થક્ષેત્ર માટેની જૈનેના મનની મૃદુતા ખૂબ વિશાળ છે, અને દરેક જૈન તેને માટે ગમે તેવો આકરો ભેગ આપવા તૈયાર રહે છે. આ મનની મૃદુતાએ કઈ કમનસીબ પળે ગેડેલ ઠાકરના મન પર જુદી જ અસર કરી. જૈનેની શ્રીમંતાઈએ એમાં વધુ આકર્ષણ ઉમેર્યું. આકડે મધ હોય એમ એમને લાગ્યું. અને જે શત્રુંજયના જૈને માલિક હતા, એના પર ગારીયાધાર નરેશની માલિકીની ભાવના જેર કરવા લાગી. એમને દબાવવા કનડગત શરુ થઈ. દયાપ્રેમી જેને વધુ દયા તરફ દેરવાતા ગયા. બીજી તરફ કનડગતે વધુ ઉગ્ર બનતી ગઈ.
મુનિરાજ ચારિત્રવિજયજી જ્યારે યાત્રાએ આવ્યા ત્યારે તેમણે ઝીણું નજરે નિહાળી લીધું કે, તીર્થની અને તીર્થના યાત્રાળુઓની સ્થિતિ કઢંગી છે. આ સમયે રાજા માનસિંહજી પાલીતાણાની ગાદી પર હતા. કેઈ અકળ કારણોએ આ રાજવીનું મન પણ તીર્થ તરફ ભાવભીનું નહોતું. પડખિયાઓ પાસે પૂર્વજોના ઇતિહાસનું જ્ઞાન નહોતું. દહેરાસરની સેવા કરીને વૃત્તિ મેળવનાર
૪૩
જમી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org