________________
'ના ...
પક
/
/
-
: ૧૧ : તીર્થયાત્રાઓ
ક
ST
વીસ વર્ષની તરુણ અવસ્થાવાળા મુનિ ચારિત્રવિજયજીની વિચારસૃષ્ટિમાં, અંજારમાં આવેલું સ્વપ્ન રમી રહ્યું હતું. એ દેવમંદિર અને દેવવિમાનના જ વિચારે એમના મનમાં ઘોળાતા હતા. જામનગરનાં સુંદર અને રમણીય મંદિરએ એમના મનને ખૂબ આનંદિત બનાવ્યું હતું, પણ એથી વધુ સુંદર દેવધામેના દર્શનની તેમની તૃષા વધતી જ જતી હતી.
વડીલ સાધુઓને મુનિજીની આ ભાવના પરખી લેતાં વાર ન લાગી. તેઓ સી શત્રુંજયની યાત્રાએ પધાર્યા. અમરધામ જેવા શત્રુંજય સ્થળને નિરખી અને ગગનચુંબી દહેરાસરોના દર્શન કરી આપણું મુનિરાજને આનંદ કેટલે વિશાળ થયે એનું માપ કેણુ કાઢી શકે? સૂકી ખાખ મભૂમિમાં પ્રવાસ કરતા, તૃષાથી અકળાયેલા પ્રવાસીને કલકલ નાદે વહેતું મિષ્ટ ઝરણ સામે આવી મળે ત્યારે એનો આનંદ કેવો હોય ?
મુનિ ચારિત્રવિજયજીએ પ્રભુની ભવ્ય મૂર્તિ સામે આંસુઓનું પ્રક્ષાલન કરી અંતરનાં પ્રેમપુષ્પોની ભેટ ધરી. સંસારના કષાયકીચને ક્ષણવારમાં વેગળો કરે તેવી ભાવભીરુ ભાષામાં પ્રાર્થના કરી. મહિનાઓ પહેલાનું સ્વપ્ન આજે ફળ્યું તેમના આનંદને કોઈ સીમા નહોતી.
IC
વરાછા,
--
- For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org