________________
શા સા ત્યા સ (કુચડ) મારવામાં આવતું. કેઈએ જ શબ્દ આવ્યો કે જેને અર્થ જોઈએ તેવો ન નીકળે તે બે ચાર મોટા મોટા સાધુઓ ભેગા થઈ પિતાની પસંદગીને અર્થ ઉતારી લેતા. સંપ્રદાયની મૂડી મનાતા ગ્રંથ પર પૂર્વાચાર્યની ટીકા, ભાષ્ય કે અવચૂર્ણ જોવાની મનાઈ હતી. આ માટે ગુજરાતીમાં તૈયાર કરવામાં આવેલ અર્થ “બા” સૌને આપવામાં આવતા. કોઈ આથી વધુ આગળ જોવાની કે જાણવાની ઈચ્છા કરે તો તેની સામે અનેક બંધને રજૂ કરવામાં આવતાં.
આપણું ધર્મસિંહ ઋષિ જેમ જેમ અભ્યાસમાં આગળ વધતા ગયા, તેમ તેમ તેમની સામે આ બધી બાધાઓ ખડી થતી ગઈ. પણ જે અનેક બાધાઓને તેડી આંત્માનું નિદ સામ્રાજ્ય મેળવવા સાધુ થયો હોય, એને આવી બાધાઓ પ્રગતિ કરતા કેમ અટકાવી શકે તેમણે એક દહાડો આગળ વધી ગુરુજીને પૂછી લીધું
“આ બધા ગ્રંથમાં ચેતરફ હરતાલ શા માટે લગાવવામાં આવે છે? બહુ બહુ વિચાર કર્યા છતાં, ગુરુજી ! આપણું વર્તન કેમ શાસ્ત્રવિરુદ્ધ લાગ્યા કરે છે ?”
મુનિ ! હજી તમે નાના છે !” ગુરુની આંખે જરા લાલ બની. આપણા વાડાના બધા વૃદ્ધ ને પૂજ્ય પુરુષો જે કરતા આવ્યા છે અને કરે છે. તે શું ખોટું હશે? . તમારે ફરીથી આવી શંકા ન ઉઠાવવી !”
- વાસના ઉપર વિજય મેળવવા નીકળેલાઓ પર વાડા જેવી મૃગજળસમી વાતે વિજય મેળવે એ ધર્મસિંહ ઋષિને કેમ ગમે? એમને વિચારક ને સત્યશોધક આત્મા સત્ય જાણવા વધુ ઉત્સુક બન્યા. ચીલે ચીલે ચાલવા એમણે સાધુવેશ નહોતો પહેર્યો.
સં. ૧૯૫૮ નું–બીજી-ચોમાસું ભૂજનગરમાં થયું. આ વખતે કાનજી સ્વામી સૂયગડાંગ સૂત્ર વાંચતા હતા. આ સૂત્રની વાચના કરતાં અનુક્રમે આદ્રકુમારના પ્રતિબંધને પ્રસંગ આવ્યો? મગધ દેશના મહામંત્રી અભયકુમાર એક જિનપ્રતિમા અનાર્ય
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org