________________
.
.
.
.
.
.
F
1
જ મ ને બા ત્યા વસ્થા
મહત્ત્વાકાંક્ષા, ધારેલા મનસુબાને પાર પાડવાની સ ને પરિશ્રમથી જરા પણ કાયર ન થવાની વૃત્તિ આ કાળે પણ ધારશીમાં આ રીતે પ્રકાશમાં તો હતાં જ.
પત્રી ગામને પાદર હવાડો હતો. ઢોર પાણી પી ડીવાર ત્યાં આરામ કરતાં. પણ કઈ ઝાડની છાયા ન હોવાથી ગરમીમાં હેરાનગતિ થતી. ગામલોકેએ બહવાર પ્રયત્ન કરી જોયો પણ કેઈ ઝાડ ઉગી જ ન શક્યું. એક દિવસ આ અશક્યને શક્ય કરવાનો વિચાર ધારશીને થયઃ એણે નિશ્ચય કર્યો, કે એક ફક્કડ વડલે વાવ જ.
એણે પિતાના સાથીદારેને વાત કરી. સહુએ હસી કાઢી. “ગાંડો થયો છે! આ વેરાનમાં તે વડલો કે?” પણ ધારશી આથી હિંમત ન હાર્યો. એણે ખાડે કરી ખાતર પૂર્યું. એક સુંદર ડાળ લાવી રેપી. પાણીનું સિંચન શરુ કર્યું. પણ ધખતી ધામમાં, રેતીની વચ્ચે નાને રેપ કેમ પલ્લવે? બીજે દિવસે તે બળીને ખાખ થઈ ગયે. છતાં ધારશી હિંમત ન હાર્યો. એક ન રે૫ નાખે. ક્યારે કર્યો. લૂના ઝપાટાથી રક્ષવા છાંયડો
કર્યો.
આખરે સહુના આશ્ચર્ય વચ્ચે એ રેપને ટીશીઓ ફૂટી. ધારશી વધુ દઢતાથી જતન કરવા લાગ્યો. વખત જતાં એ રેપ ફાલ્યો ફૂલ્યો ને આજે પણ એ બાળમહાત્માની હિંમત, સાહસ ને કર્તવ્યપરાયણતાની યાદ આપતો એ પત્રીને પાદર ઉભે છે.
આમ દરેક સમર્થ પુરુષો માટે બન્યું છે તેમ-જગતના એક અંધારે ખૂણે સાહસ, શૂરવીરતા, નિર્ભયતા ને મનેરની મક્કમતા જીવનમાં ભરત ધારશી મેટ થવા લાગ્યા.
=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org