________________
[[ji[E
શ્રી ચારિત્ર વિ જ ય કુટુમ્બ શ્રીમંત નહોતું. તે કાળ મોન્ટેસરી કે કીન્ડરગાર્ટનને નહતો. આયાઓ કે બાબાગાડીઓને કઈ જાણતું નહોતું. ગામડાને સાધારણ કુટુમ્બને એક છોકરે ઉછરે એમ ધારશી માટે થવા લાગ્યા. કુદરતની નજીકમાંની નજીક મિત્રાચારીવાળા ગામડાની ધૂળ રે હવા એને પિષવા લાગ્યાં.
જન્મ થયો ને જીવનની ગરગડી ચાલવા લાગી. જેત જેતામાં ધારશી સાત વર્ષને થય ને પાટી પર ધૂળ નાખી મહેતાજીને ત્યાં ભણવા બેઠો. એ વખતે આવી નિશાળ નહોતી કે આવા શિક્ષકે નહોતા. એમાં પણ ગામડાની તે સ્થિતિ વિચિત્ર હતી. મહેતાજીનું ઘર એ નિશાળ ને કોથળાનું પાથરણું એ બેઠક. શિક્ષણ પણ અનેક જાતનું. એકડા ને વર્ણાક્ષર ઘૂંટવાના ને જરૂર પડે મહેતાજીના ખાટલાના માંકડ પણ વીણવાના. કઈ વાર ઘઉં પણ વીણવા પડે ને જરૂર પડે છે કપડાં પણ જોઈ લાવવાં પડે. પ્રાચીનકાળના આશ્રમોને ભાગ્યે તુટયો દેખાવ અહીં સંઘરાઈ રહ્યો હતે. શિક્ષણને અર્થ કેવળ પડી ને કલમ નહિ પણ કંઈક નિરાળ મનાતે.
ધારશી આ શિક્ષણ લેવા લાગ્યો, પણ સ્વભાવે પૂરે તેફાની! સ્વમાનની લાગણી પણ એટલી જ તીવ્ર. અને આ કારણે નિશાળિયાઓ સાથે ઘણી વાર હૃદયુદ્ધને પ્રસંગ આવે. ધારશી મજબૂત હત ને સમોવડિયામાં કદી પાછો પડે તે નહોતે. પણ આવા ધારશીને એક દહાડે ખૂદ મહેતાજી સાથે કડવાશ ઊભી થઈ. એને સ્વમાનપ્રિય આત્મા ન દાબી શકો. એણે મહેતાજીને સ્લેટ મારી ચાલતી પકડી.
મહેતાજી સાથેની અથડામણને આ એક જ પ્રસંગ. એ પછી તે બધું બરાબર ચાલ્યું લાગે છે. છતાં બહારનાં તેફાને તે વધતાં જ ગયેલાં. પિતાને ખેતીને ધંધે એટલે તેમાં મદદ કરવી પડે. કદી રાતે ખેતરમાં રાતવાસે જવું પડે, દિવસના ભાત આપવા જવું પડે. વાવણી ને કાપણીના દિવસોમાં તો રાત કે દિવસ જેવાય જ નહિ. આ બધી કઠિનાઈઓએ ધારશીના દેહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org