________________
કરવા
માં
જન્મ ને બાલ્યાવસ્થા
illed
રહી
ક
:
-
I
વિ. સં. ૧૯૪૦ ની કાળી ચૌદશ (આસો વદ ૧૪) ની એ રાત હતી. પત્રી ગામના છાણમાટીવાળા ઘરના ગોખલાઓમાં પ્રગટાવેલા દીપક પામરના તત્ત્વજ્ઞાનની જેમ લબૂઝબૂ થઈ રહ્યા હતા.
ચતુર્દશી, તેમાંય અંધારી ને વળી આસો મહિનાની ! ડેસિયું પુરાણ આને માટે બહુ ભારે માન્યતાઓ સંઘરી બેઠું હતું. ઝાડવે ઝાડવે ભૂત ભેગાં થાય ને ચકલે ચકલે ચૂડેલે રાસડા લે! હાથમાં દી ને ડાંગ લઈને નીકળનાર પણ મર્દ લેખાય. માંદાઓ માટે આ કાળરાત્રી મનાય ને આ દિવસે જન્મ પામનાર તે પૂરેપૂરે કમનસીબ લેખાય.
છતાં જન્મ અને મૃત્યુને કઈ રોકી શક્યું છે? વેઢા કુટુમ્બના ઘેલાશાહને ઘેર સુભગાબાઈ આજે પ્રસુતિની પીડા ભેગવી રહી હતી. પ્રસવની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. થડીવારમાં અંદરથી થાળીને રણકાર સંભળાય ને આનંદસૂચક દવનિ થયો.
પુત્રજન્મથી સહુના મુખ પર આનંદની રેખાઓ તરવરી ઊઠી. આકાશના તારા જોયા ને સમયનું અનુમાન થયું.
જોષીએ જેશ ભાખ્યા. ધારશી નામ પાડ્યું.
છે
,
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org