________________
પ અને પ્રશસ્તિઓ
| વિનંતિ પૂર્વક લખવાનું કે હું અત્રે આપના ધર્મના પસાયે કરીને સુખી છું. આપશ્રીને અંગિયાથી વિહાર જૈન પત્રમાં વાંચવાથી જાણી શક્યો છું. આપે વિહારમાં રસ્તામાં એકસ પી માટે જે પ્રયત્ન સેવ્યો અને તેનું શુભ ફળ ત્યાંની કોમને મળ્યું તે જાણીને અત્યંત હર્ષ થયો છે. આપ ખરેખર ન કોમની ઉન્નતિ માટે, વિદ્યાપ્રચાર માટે, એકસંપી અને ધર્મોદ્ધાર માટે જે પરિશ્રમ વેઠે છે તે સ્તુત્ય છે. હું તે સ્તુતિ કરું પણ એક વખતે આખી જૈન કમને સ્તુતિ કરવાની ફરજ પડશે.
આપે પાલીતાણામાં પાઠશાળા સ્થાપી એ જે તેવો ઉપકાર નથી કર્યો. અને હવે કચ્છ જેવા અજ્ઞાનતામાં સડતા, ડુબતા પ્રદેશના ઉદ્ધાર માટે કમ્મર કસી આપ ત્યાં પાઠશાળા-ગુરુકુળ સ્થાપવા ધારો છો તે માટે ખરેખર આપને ધન્યવાદ ધટે છે. આપના પ્રયાસથી કચ્છદેશનો જરુર ઉદ્ધાર થશે અને અજ્ઞાનતા પણ દૂર થઈ જશે. આપને અત્યારે નહિ તેપણું પછવાડે જૈન સમાજ પૂજશે. + + +
હું આપને સદાનો ઋણી . આપના પ્રત્યે મારી જે માનબુદ્ધિ છે તેવી સદાને માટે રહે તેવી ઈશ્વર પ્રત્યે માગણી કરું છું. આપણી પાઠશાળા–બેડીંગ સારી રીતે ચાલતી હશે. દિન પ્રતિદિન આપના પુણ્ય પ્રતાપે તેની ઉન્નતિ થાય તે જ ઇરછું છું. લિ. સદાને આભારી
સેવક-ભગવાનદાસ કમલીની અનેકશઃ વંદના અવધારશે
Dastur & Co. Solicitors,
15, Mail Building, Hornby Road, BOMBA Y.
17–8–17 પૂજ્ય મુનિવર્ય શ્રી ૧૦૦૮ મહારાજ શ્રી ચારિત્રવિજયજી તથા મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી તથા મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી આદિ ઠાણાની પરમ પવિત્ર સેવામાં.
વિનય પૂર્વક વંદના સહિત જણાવવાનું જે આપને તા. ૧૫–૮–૧૭ ને કૃપાપત્ર મળ્યો. પત્ર દ્વારા આપશ્રીની અમૃતવાણી અને મજકુર વાણી દ્વારા આપશ્રીનાં પિતાનાં દર્શન જેટલો આનંદ થયો છે. આપનાં, તેની અંદર પોપકારવૃત્તિથી લખાયેલાં, હિતવચનને હું મારા હૃદયમાં જરુર યોગ્ય સ્થાન આપીશ. અને વિરહ દુખને સમાવવા હું વારંવાર તમારાં બોધ વચનેને યાદ કરીશ. કહેવાની અગત્ય નથી, અત્યાર આગમચ આપની શિક્ષાથી મારું દર્દ અમુક અંશે ઓછું થવા પામ્યું છે અને મારી ખાત્રી છે કે જેમ જેમ આપનો પ્રબળ ઉપદેશ મારા આત્મામાં વધુને વધુ પરિણમશે તેમ તેમ ઉક્ત ઉદાસીનતારૂપ દઈને નાશ થશે.
આપશ્રીની છેવટની આજ્ઞા જે “ આત્મા નિમિત્ત વશ છે અને તેથી જે આપણે ખોટાં નિમિત્ત ઉભાં નહીં કરીએ તે સુખી થઈશું ” ખૂબ યાદ રાખું છું. હર સમયે તેને સંભાર છું. આપશ્રીના મનહર ધર્મોપદેશથી મારી ઉદાસીનતા ચાલી ગઈ છે. સંસારી વિષયો મને અપ્રિય થઈ ગયાં છે. અને દિવસનો મોટે ભાગ ધર્મધ્યાનમાં ગાળી શકું છું. સંસારનો વિભવ, સંસારી ઐત્રિ, સંસારી કાંઈ પણ હીલચાલ મને નીરસ જેવી જણાય છે. અને હું છું કે આવી વૃત્તિ મહારી સદાને માટે કાયમ રહે. આ બધે આપશ્રીના ઉપદેશનો જ પ્રતાપ છે. મહને તે વિસ્વાસ છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org