________________
શ્રી ચારિત્રવિજય
-
-
-
-
-
-
-
--
-
દહા–ચાર મળે ચોસઠ ખીલે, વશ રહે કર જોડ;
સજનથી સજજન મળે, પ્રસન્ન હોય સાત કેડ. ૧ સં. ૧૯૭૨ ના આપાડ વદ ૩, ભમે.
લી. કપાકાંક્ષી, કવિ ભગવાનદાસ રણમલજી
વાર્ષિક ફળ–અધિપતિ ખુદ. (૧૯)
પાલીતાણા, તા. ૧૯–૮–૧૬ પરમપૂજ્ય મનિમહારાજ છે. ચારિત્રવિજયજી મહારાજની પવિત્ર સેવામાં......મુ. અંગિયા,
પાલીતાણાથી લી. સેવક મકનજી શોભારામ રાવલ–શિર સાષ્ટાંગ નમસ્કાર વાંચવા કૃપા કરશો –વિશેષ. આપનો કપાપત્ર તા. ૧૩-૯-૧૬ ને મળતાં મારા પિતાશ્રીને તથા મને અતિશય આનંદ પ્રાપ્ત થયો છે. આશીર્વાદરૂપી કપાપ્રસાદ આપતા રહેવા વિનંતી છે + + + તા. ૯ મીન રેજ હું અહીંથી વઢવાણ કાંપની હેડ પોસ્ટ ઓફિસના હેડ પોસ્ટમાસ્તર તરીકે એક માસ માટે ગયો અને ત્યાંથી જ પરભા તા. ૧૪ જુનથી અઢી મહિનાની રજા ઉપર લખતર વગેરે સ્થળે ગયો હતો તે ચાલતા મહિનાની તા, પાંચમીએ મારા પિતાશ્રી વગેરે સાથે આવ્યો છું.
આપના વિહાર કર્યા પછી મેં આપની તપાસ કરાવેલી પરંતુ આપ પ્રવાસમાં છે એમ વરજીભાઈએ કહેલ. આપશ્રીના ઉપદેશામૃત માટે હૃદય ઘણી ઇરછા કરે છે. આપ અહીં હતા ત્યારે તે આપની સેવાનો, દર્શનનો અને બોધ સાંભળવાનો લાભ મળતો હતો. હવે તે લાભ કયારે આપશો? આપના ગયા પછી બેટિંગમાં અવ્યવસ્થા ચાલે છે તે હવે આપ અહીં આવી સંસ્થાને પહેલાંના એવી ઉજત બનાવો અને અમને પણ દર્શનનો લાભ આપે એવી વિનંતી છે. પત્ર દ્વારા બોધ આપતા રહેશે. બાકી તો ઈશ્વરની દયા હશે ત્યારે આપના જેવા નિઃસ્વાથી સાધુપુરુષની સેવાને લાભ મળશે. પ્રભુ આપને સદાય દીર્ધાયુ રાખે એ જ પ્રાર્થના.
લી. સદાને સેવક (પાલીતાણું પિસ્ટ માસ્તર તથા તાર માસ્તર)
મકનજી શોભારામ (૨૦).
પાલીતાણા, તા. ૨ ઓકટોબર ૧૯૧૬. અનેક ઉપમા લાયક પૂજ્ય મહારાજ શ્રી ચારિત્રવિજય મહારાજની સેવામાં...મ૦ આંગિયા પાલીતાણાથી ડોકટર પદમછના યથાયોગ્ય વાંચશે. + + તેને માટે આપનો આભાર માનું છું.
પાલીતાણામાં છેલ્લા બે માસમાં ઝાડા ઉલટીના રોગનો ઉપદ્રવ ઘણું જ હતું. પ્રભુકૃપાથી હવે શાનિ છે. આશા છે કે આપ પુર ખુશી તંદુરસ્તીમાં હશે. હવે આપ અને ક્યારે પધારશે ? આપના સત્સમાગમની ધણી ઇચ્છા રહ્યા કરે છે. પાઠશાળામાં ઘણી વખત થયા મારું જવું થયું નથી, પણ સાંભળવા પ્રમાણે આપના જેટલી સંભાળ નથી. ગરીબ બાપડા વિદ્યાર્થીઓની મને ઘણી જ લાગણી છે. આપ ઝટ પધારો તો અમે સર્વે રાજી થઈશું. + + + (પાલીતાણા સ્ટેટ મૅડીકલ ઑફિસર)
લિ. પદમજી અરદેશરના યથાયોગ્ય વાંચશો (૨૧)
ના, તા. ૧૨-૧-૧૯૧૫ શાન્ત દાન મહત્ત ત્યાગી વેરાગી વિદ્યોત્તેજક પૂજ્ય મુનિ મહારાજ શ્રી મુનિ ચારિત્રવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં,
શુભસ્થળ માનકુવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org