________________
૨૬
શ્રી ચારિત્રવિજય
કાય ત્યાં આવીને આપનાથી સારું કામ કરી આપે તેવો સંભવ નથી. આપે મને ત્યાં આવવા લખ્યું, પણ હું ત્યાં આવી શકે તેમ નથી. કદાચ હું ત્યાં આવું તેપણું શું કરી શકું? ત્યાંની પાઠશાળાને ભાર હે કઇ રીતે વહન કરી શકું તેમ નથી જ. મારી પ્રકૃતિ તો આપશ્રી જાણો જ છે. જે કોઈ મારે માથે ન હોય તો મારાથી તે લાભને બદલે નુકશાન જ થવા સંભવ છે, માટે તેવા કોઈ પણ જતના ખેટા વિકલ્પ ન કરતાં શાંત ચિત્તથી કાર્ય કરો છો તે પ્રમાણે કરતા રહેશે છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આદિ તમામ સુખશાતામાં છે. તેમના તરફથી અનુવંદના વંદણ સુખશાતા
લિ. દાસાનુદાસ સેવક, હરખચંદની ૧૦૮ વાર વંદણા સ્વીકારશે.
તળાજા, તારીખ ૨૬–૨–૧૯૧૪ શ્રીમાન મહાત્મન ચારિત્રવિજયજીની પવિત્ર સેવામાં.
પ્રણામ સાથે લખવાનું કે ગઈ કાલના અવર્ણનીય આનંદથી મારા મનમાં અત્યંત હર્ષ ઉત્પન થયો છે. જો કે આ પ્રસંગે પ્રાપ્ત થયા પહેલાં આ પવિત્ર અને મહાન ઉદેશવાળી પાઠશાળાના સંબંધ હ વિશેષથી હકીકત જાણી શક ન હતા અને એમ સમજી શકો ન હતો કે આ દિવસ મારી જિંદગીના સુખના દિવસોમાં એક થઈ પડશે. પરતું તે પ્રસંગ પ્રાપ્ત થયે હું ઘણું જાણી શક છું. આ સંસ્થાના શ્રેયસાધક અને આપ
ધ્યા સહાયકને યોગ્ય રીતે સંબોધી હું કશું કરી શકયો નથી, પરંતુ તે તમામ હકીકતથી વાકેફ થયા બાદ આપ જેવા મહાન પુરુષ કે જે પોતાનાં તમામ સુખો, વૈભવ અને ઇરછાઓની તલાંજલી આપી તનમનથી આવા દેશ અને સમાજ હિતના પરોપકારી કાર્યમાં ભાગ લે છે એ હકીકત જાણી મારા મનમાં આપના માટે અત્યંત માન ઉત્પન્ન થાય એ તદ્દન સ્વાભાવિક છે.
આપના આ ઉદાત્ત પ્રયાસથી હું જાણું શક્યો કે આપ ખરેખર દેશભક્ત છે અને આપને જીવન ઘણું વંદનીય છે. આ લઘુપત્રને નવલકથા તે ન જ બનાવી શકું, તથાપિ ટુંકામાં કહું છું કે બાપ જેવા ઉદાર મહાત્મા કે જેણે પિતાનાં તમામ વ્યાવહારિક સુખોનો ભોગ આપી દેશસેવા બજાવવાનો મહાન પ્રયાસ માથે લીધે છે, તેવા નિસ્પૃહી મહાત્માની મદદ સિવાય અમે વ્યવહારી કદી પણ ભારતવર્ષનું હીત નહીં જ કરી શકીએ. અત્યારનો સમય કેળવણીને છે. જ્યાં નામદાર શાણી બ્રીટીશ સરકારના આશ્રય તળે અને ગોહીલકુલ મુગટમણિ અને મહાન પરોપકારી રાજ્યકર્તાઓના તરફથી આપણને આટલી મદદ અને સાનુકૂળતા હોવા છતાં અમારા જીવનને અમે દેશનતિ તરફ દોરી ઉપયોગી ન બનાવી શકીએ એ એક માઠા ભાગ્યનું પરિણામ છે. પરંતુ આપના જીવનવૃત્તાંતથી મને અત્યંત આનંદ થાય છે. કિન્તુ હજી જગતનિયંતા પરમકૃપાળુ પરમાત્માની અમારા ઉપર કૃપા છે કે આપના જેવા સાધુ પુરુ અમારા ઉપર આટલો ઉપકાર કરે છે; અને પરમાત્મા તેથી જ એ મહાન કાર્યમાં અમને વિજય આપશે.
- આ પાઠશાળાનું અંતર જીવન ઘણું જ ઉંચા પ્રકારનું છે. છાત્રો ઘણા જ લાયક છે. અને તેના ચારિત્ર ઉપરથી આપ અને શિક્ષકે ઉપર મને ઘણું જ માન ઉત્પન્ન થયું છે, અને એ પરમકૃપાળુ પભ પાસે એ પાઠશાળાનો પ્રતિદિન અભ્યદય ઇરછુ છું અને એ સહુ બાળકોને આભાર માનતા પત્ર સમાપ્ત કરું છું.
લી, ગોહેલ બાપુભા નારણજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org