________________
પત્ર અને પ્રશસ્તિઓ
૨૫
(૧૩) (શ્રી વિજયભકિતસૂરિ આદિને પત્ર) સાણંદથી લી. ભક્તિવિજય, સિંહવિજય, સુરેન્દ્રવિજય, દેવેન્દ્રવિજયના અનુવંદનાવંદના. તત્ર પાલીતાગ મળે વિનયાદિગુણાલંકૃત મુનિ શ્રી ચારિત્રવિજયજી યોગ્ય. તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. + + + પાઠશાળા ખોલવાનો પ્રયત્ન કરી કાર્ય સિદ્ધ થવાનું લખ્યું તે જાણ્યું. અતિ આનંદની વાત છે. અત્રે મદદ માટે લખ્યું પણ દુષ્કાળના પ્રભાવથી અતરે તે કાર્ય થવા સંભવ નથી. પાઠશાળાની સ્થાપના થવાથી સવિસ્તર જવાબ લખશે. કયા મકાનમાં રહેવાનું નક્કી કર્યું ? હાલ કેટલા પંડિત રાખ્યા? તેના ખર્ચનું કેવી રીતે કર્યું વગેરે સવિસ્તર જવાબ લખશો. માસુ ઉતરે વિહાર કરી તે તરફ ગિરિરાજના દર્શનાર્થે આવવા વિચાર પૂરણ છે. તમે કઈ ધર્મશાળામાં છે વગેરે લખશો. ત્રિભવનદાસ, અમૃતલાલ તથા ડાયાલાલને ધર્મલાભ. મિતિ ૧૯૬૮ ના કારતક શદિ ૩ બુધ
દ. સિંહની વંદના
(૧૪).
(શ્રી વિજયભકિતસૂરિજીને પત્ર) મુ. સિરોહીથી લ. ભક્તિવિજયાદિ ઠા. ૭. મુ. પાલીતાણું મુનિગુણગણાલંકૃત મુનિરાજ શ્રી થારિત્રવિજયજી અનુવંદનાવંદના. તમારો પુત્ર પિં. બીના જાણી. બનતા પ્રયાસ પાઠશાળા માટે કર્થે જઈએ છીએ. પાઠશાળાનું મુકામ ભાડે નવીન લીધાના સમાચાર જાણ્યા છે. તમારા પ્રયાસને ધન્યવાદ છે.
પ્રાયઃ જાવાલ ચૈત્રી પૂનમ થશે. ત્યારબાદ ગુરુમહારાજજીના સામા જઇશું. સાદડી સુધી જઈશું. ત્યાં પ્રાયઃ વૈશાખ માસમાં ગુરુમહારાજ સાહેબ ભેગા થવા સંભવ છે. એ જ ચિત્રી પૂનમના દિવસ દાદાની જાત્રા, મારું નામ દઈ મારી વતી ખમાસમણ દઈને જરુર કરજે. તે દિવસ હું અનુમોદના કરીશ.
નવા મુકામના ખબર સાંભળી ભારે આનંદ. તમારા પ્રયાસને ધન્યવાદ ઘટે છે. વીર પરમાત્માના શાસનમાં તમારા જેવા વીર પુરુષોની જય થાઓ. એ જ ઇષ્ટ દેવ પ્રત્યે પ્રાર્થના છે. મીતી ૩.
દ. પિતાના (૧૫) (શ્રી હરખચંદ ભૂરાભાઈ, આજના ઈતિહાસવેત્તા શ્રી જયંતવિજયજીને પત્ર)
મુ. શિવગંજ, પિ. એરણપુર.
પોરવાડકી ધર્મશાળા, તા. ૧૯-૬-૩૬ પરમ પૂજ્ય પરમોપકારી પ્રાતઃ સ્મરણીય મુનિ મહારાજના સત્તાવીશ ગુણે કરી બીરાજમાન શ્રીમાન મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજની સેવામાં, મુ. પાલીતાણું.
સવિનય ૧૦૦૮ વાર વંદણા સાથે નમ્ર વિનતિ છે, કે આપશ્રીને કપાપત્ર મળ્યો. વાંચી આનંદ સાથે ખેદ. મકાનનું કામ શરૂ થયેલ તથા તે માટે દરેક વાતની સગવડતા થઇ વગેરે સમાચાર જા આનંદ થયો છે. પરંતુ આપના ઉદ્વિગ્ન સમાચારથી ખેદ થાય છે. આપ એટલે બધા કંટાળે શા માટે લાવો છે? આપ જે કામ કરે છે, તે કરવા બીજો કોઈ સમર્થ નથી માટે આપે જન્મ આપી, વૃક્ષને સિંચી સિંચીને મહામહેનતે માટે કર્યું છે, તો તેવી જ રીતે તેનું પાલન કરો. બાકી બીજે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org