________________
ગુરૂકુળના સ્થાપક
લેખક : શ્રીયુત ઝવેરચંદ માધવજી મદી. હાલમાં પાલીતાણા સ્ટેશન ઉપર હસ્તી ધરાવતા શ્રી યશોવિજયજી જેન ગુરુકુળના મુળ સ્થાપક મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી “કચ્છી એ નામથી પ્રસિદ્ધ છે. એ મહાત્મા ચારિત્રવિજયજી (કરછી) મૂળચંદજી મહારાજના સંઘાડામાં આચાર્ય વિજયકમલસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય જામનગરવાલા વિનયવિજયજી મહારાજશ્રીના શિષ્ય હતા. તેઓશ્રી સંવત ૧૯૬૭ ની સાલમાં પાલીતાણામાં આચાર્ય શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના સાથે ચાતુર્માસ હતા. તેમણે ચોમાસું ઉતરતાં જ્ઞાનપંચમીને દિવસે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાની સ્થાપના કરી. તે જ વર્ષના ફાગણ મહિના લગભગમાં કચ્છમાંથી આવેલ એક કચ્છી ડોસો શાહ નાથાભાઈ માંડન તેના -૭ વરસના બે છેકરા નામે લખમશી તથા વીરજીને લઈ પાલીતાણામાં પોતાનું ગુજરાન ચાલશે, તેમ ધારી આવેલે. કચ્છી ડોસા નાથાભાઈ પોતાના બે છોકરાને લઈ હંમેશાં ટલાટીએ યાત્રા કરવા જતો. બપોરે સૌ તલાટીમાં લાડુ જમતા આવે. સાંજના તો કોઈ કોઈ વખત જ જમવાનું બને. આજે સવારે તલાટીએ એક કે અરધે લાડુ મળે તે બીજે દિવસે સવારે એટલે કે વીસ કલાકને અંતરે પાછું નજીવું જમવાનું મળે. આવી રીતે આ છે તથા તેના બે બાળકે પોતાના દિવસે નિર્ગમન કરતા હતાં.
ઉપરાંત તલાટીથી આવતા ગૃહસ્થાના ટપા ગામમાં આવતા હોય તેની પાસે યાચના માટે પાછળ દોડતા આવે. પાઈ પૈસા લે ને આવી રીતે થોડા દિવસ ગુજરાન ચાલ્યું.
એક વખત આવી રીતે તે ત્રણે જણ માગતા મહારાજશ્રીના જોવામાં આવ્યા. તેમના આત્માને મહાન ખેદ થયો કે જૈનનાં બચ્ચાંઓને ટપાઓની પાછળ માંગવાને વખત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org