________________
શ્રી ચારિત્રવિજય
દશાનાં લક્ષણ છે. પરંતુ ધર્મની નિંદા થાય, તેને નુકશાન પહોંચે તેવી
પદ્ધતિ અનિષ્ટ છે. પ્રશ્નઃ-સાધુઓની જ્ઞાન પ્રાપ્તિ માટે આપ શું ધારે છે ? ઉત્તર-જ્ઞાનના માટે તે ગુરુકુળ પદ્ધતિ અગત્યની છે. કેઈ સંઘાડો એવો ન
હે જોઈએ કે જેમાં દરેક વિષયના પારંગત મુનિ ન હોય. પ્રશ્નઃ-સાધુ ભાષણ આપી શકે ? ગુરુકુળને ઉપદેશ આપી શકે ? ઉત્તર-ઉપદેશ શૈલીમાં વસ્તૃત્વકળાને ખાસ સ્થાન આપવું જોઈએ. ધર્મ પ્રચાર
માટે એ કળા ખાસ જરુરની છે. પહેલાના જન આચાર્યો રાજસભામાં કશાય ઠાઠ વગર જઈને ઉભા રહેતા. પ્રતિબધ દેતા, રાજા પ્રજાને જૈન બનાવતા અને પછી પૂજાતા. ઉભા રહીને ધર્મોપદેશ આપે તે જૈન સાધુ માટે અનુચિત નથી. સાધર્મિક વાત્સલ્યની અનુપૂતિમાં ગુરુકુળ, બેકિંગોને સંગીન બનાવવાને ઉપદેશ જરૂરી છે. જેમ જેમ સાધુ પાટ પર બેસી સંઘભક્તિ, મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, પાંજરાપોળ આદિને ઉપદેશ આપે છે. તેમ એ દરેક શુભ કાર્યોના કારણ રૂપ જ્ઞાન સંસ્થાનો ઉપદેશ આપે એ ૫
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વાચક સાફ લખે છે કે-ભગવાને સમાજને કુમાર્ગથી રકવા અને ન્યાયશીલ બનાવવા કળાને ઉપદેશ કર્યો. મતલબ કે ભગવાને કળાઓ દેખાડી. કેશી ગણુધરે પ્રદેશીરાજને પ્રિય રહેવા સુચવ્યું. શ્રી રત્નપ્રભસૂરિએ ઓસવાળ વંશ સ્થાપ્યા. આ રીતે અધમની ધસી પડવાની ભેખડે જઈ ચઢેલા જેનોને બચાવી લેવા રક્ષણના દર બાંધવા જ જોઈએ. તે ગામે ગામ ગુરુકુળો, સ્કુલે, બેડીંગ સ્થાપી તેની વ્યવસ્થા અનુભવી ધમોને સુપ્રત કરવી જોઈએ. સાધુઓ ઉપદેશ મારફત આવી સંસ્થાઓ ખોલી ધર્મના ઉદ્ધારમાં મહત્વને ફાળો આપી શકે છે.
જૈન ઉપદેશકાર સીદાતા ક્ષેત્રના પિષણમાં પાછો કેમ હઠે પ્રત્યેક શ્રાવકને ગુરુદ્વારા સાધમિકબંધુ એ રહસ્યનું સાચુ જ્ઞાન મળવું જોઈએ. આ બાબતમાં જેની અજ્ઞાનતા તે ઉપદેશની ભૂલને આભારી છે. જે જૈન સાધમિક બંધુને ઓળખી શકયો નથી તે વસ્તુતઃ પરમાર્થ જ્ઞાનથી દૂર ઉભે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org